અમરેલી,
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા ડો.જીવરાજ મહેતા સંસ્થાપિત જિલ્લા વિદ્યાસભા ખાતે “યુવા મહોત્સવ’ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અન ડેરી મંત્રીશ્રી પરષોતમ ભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતોર્ડા. જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભામાં યુવા ઉત્સવ – 2023નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં માન. કેન્દ્રીય કેબીનેટ મંત્રીશ્રી પુરૂષોતમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેમનું નહેરૂ યુવા કેન્દ્ર તેમજ વિદ્યાસભા સંસ્થા વતી મંત્રીશ્રી મનસુખભાઈ ઘાનાણી,ચતુરભાઈ ખુંટ,હસમુખભાઈ પટેલ અને વસંતભાઈ પેથાણી દ્વારા પુષ્પગુચ્છ,શાલ,ગીતાજી અર્પણ કરી સન્માનિત કર્યા હતા, સાથે સાથે યુવાનોને પ્રોત્સાહન માટે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, અમરડેરીના ચેરમેન અશ્વીનભા સાવલીયા અમરેલી નગરપાલિકાના કરોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, જીલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, 14એ:એ: એ0 રાઠોડ નું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ, ત્યારબાદ તમામ મહાનુભાવો દ્વારા દિપપ્રાગ્ટય કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે કેન્દ્રીયમંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ યુવાનોને આઝાદીના 100 વર્ષ બાદ 2047ના ભારતની પરિકલ્પના અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સંકલ્પ વિશે વિગતે વાત કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યુ કે, આઝાદીના 100 વર્ષ બાદ વર્ષ 2047ના ભારતની કલ્પના કરી અને તેના માટે સૌએ પુરૂષાર્થ કરવાનો છે, હવે દેશ માટે જીવવાનો સમય આવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમૃતકાળની વેળાએ ભારતને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે. આ પંચ પ્રણ સાથે આગામી 25 વર્ષ સૌએ કાર્ય કરવાનું છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત બનાવ્યું આપણે શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે. દેશમાં વર્ષ 2014 બાદ કેન્દ્ર સરકાર દ્વારા દરેક મોરચે ઉત્તમ કામગીરી થઈ રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ યુવાનોની સાંસ્કૃતિક કૃતિઓનિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ બાદ તેઓશ્રીએ ડી.એલ.એસ.એસ. સંચાલિત ફાયરિંગ રેંજની મુલાકાત કરી હતી અને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ કેમ્પસ સાથેની પોતાની જૂની યાદો વાગોળી હતી.કાર્યક્રમના પ્રારંભે નહેરૂ યુવા કેન્દ્ર અમરેલીના જિલ્લા યુવા અધિકારીશ્રીએ કેન્દ્રીય મંત્રીશ્રીનો સ્વાગત સત્કાર કર્યો હતો. તેમણે અમૃતકાળના પંચ પ્રણ વિકસિત ભારતનું નિર્માણ, ગુલામીના વિચારોમાંથી મુક્તિ, વારસા પર ગર્વ, એકતા, નાગરિક કર્તવ્ય વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયા, નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી શેખવા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઇ સાવલિયા, એન.સી.સી.ના સી.ઓશ્રી રાઠોડ, કેમ્પસના ટ્રસ્ટીગણ, ડાયરેક્ટરશ્રી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા