દેશભરમાં વધ્ાુ 19 દિવસનું લોકડાઉન

(જી.એન.એસ)ન્યુ દિૃલ્હી,જેની દૃેશ આખામાં આજે સવારથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે અપેક્ષા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કોરોના વાઇરસ મહામારી સામેના જંગમાં લોકોને બચાવવા ૧૪ એપ્રિલના રોજ આજે પૂરા થતાં ૨૧ દિૃવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની સમયમર્યાદૃામાં વધુ ૧૯ દિૃવસનો વધારો કરીને હવે ૩ મે સુધી સમગ્ર દૃેશવાસીઓને લોકડાઉનમાં ઘરે રહેવા જણાવ્યું હતું. જો કે ૧૫થી ૨૦ એપ્રિલ સુધીમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે અવલોકન અને મૂલ્યાંકન કરીને ૨૦મીથી અમુક શરતી છૂટછાટ આપવાની જાહેરાત પણ તેમણે કરતાં વેપાર-ધંધો-રોજગાર, ખેડૂતો અને રોજનું કમાઇને રોજ ખાનાર વર્ગને રાહત મળે તેમ છે. અલબત્ત જો છૂટછાટમાં અપાયેલી શરતોનું પાલન નહીં થાય તો લોકડાઉન ફરી લાદૃી દૃેવાની ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી. ભારતમાં બીજા દૃેશો કરતાં કોરોનાની ભયાનકતા ઓછી હોવાનું અને તેમની સરકારે કોરોનાને રોકવા સમયસર પગલા ભર્યા હોવાનો પણ દૃાવો કરીને સરકાર નિષ્ફળ ગઇ હોવાની ટીકા કરનારાઓને પણ તેમણે જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. કેવા પ્રકારની છૂટછાટ મળશે તેની માગ્રદૃર્શિકા કેન્દ્ર દ્વારા આવતીકાલ ૧૫મીએ જાહેર કરાશે. દૃરમ્યાનમાં રેલવેએ ૩ મે સુધી તમામ ટ્રેન વ્યવહાર બંધ રહેવાની જાહેરાત કરતાં ગુડઝ ટ્રેન સિવાય બીજી કોઇ પસેન્જર ટ્રેનની સીસોટી ૩ મે સુધી સાંભળવા નહીં મળે.૨૪ માર્ચની મધરાતથી શરૂ થયેલા ૨૧ દિૃવસના લોકડાઉનનો આજે છેલ્લાં દિૃવસે વડાપ્રધાન મોદૃીએ સવારે ૧૦ વાગે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદૃીએ કહૃાું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં ૨૦ એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.વડાપ્રધાને તેમના ભાષણની શરૂઆત કરતા કહૃાું કે, નમસ્તે મારા પ્યારા દૃેશવાસીઓના સંબોધનની કરી હતી. તેમણે કહૃાું કે કોરોનાના વિરુદ્ધ ભારતની લડાઈ ઘણી મજબૂતાઈ સાથે આગળ વધી રહી છે. તમામ દૃેશવાસીઓની તપસ્યા અને ત્યાગના કારણે ભારત અત્યાર સુધી કોરોનાથી થનારા નુકસાનને ઘણી હદૃ સુધી ટાળવામાં સફળ રહૃાો છે. તમે લોકોએ કષ્ટ સહન કરીને પણ આપણા દૃેશ અને ભારત વર્ષને બચાવ્યું છે. હું જાણું છું કે તમને કેટલી મુશ્કેલીઓ પડી છે. કોઈને જવા આવવાની તકલીફ, કોઈ ઘર-પરિવારથી દૃૂર છે. પરંતુ તમે લોકો દૃેશ માટે એક અનુશાસિત સિપાહીની જેમ તમારું કર્તવ્ય નિભાવી રહૃાા છો. હું આપ સૌને આદૃરપૂર્વક નમન કરું છું, એમ કહીને તેમણે લોકોની નારાજગી દૃૂર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.તેમણે કહૃાું કે જાતે કોઈ બેદૃરકારી રાખવાની નથી, ના કોઈ બીજાને બેદૃરકારી કરવા દૃેવાની છે.. આવતી કાલે આ વિશે સરકાર તરફથી જરૂરી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે. ૨૦ એપ્રિલે નક્કી કરાયેલા વિસ્તારોમાં છૂટની જોગવાઈ ગરીબ ભાઈ- બહેનોની આજીવીકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે રોજ કમાય છે અને ગુજરાન ચલાવે છે. મારી સૌથી મોટી પ્રાથમિકતા આ ગરીબોની મુશ્કેલી ઓછી કરવાની છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના દ્વારા અમે દૃરેક શક્ય પ્રયાસ કર્યા છે. નવી ગાઈડલઈનમાં પણ તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.ખેડૂતોને યાદૃ કરીને કહૃાું કે, હાલ આ વખતે રવી પાકની લણણીનું કામ ચાલી રહૃાું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને પ્રયાસ કરી રહૃાા છે. ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. સાથીઓ દૃેશમાં દૃવાથી માંડી રાશન સુધીનો પૂરતો ભંડાર છે. સપ્લાઈ ચેઈનની અડચણો સતત દૃૂર કરાઈ રહી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધી રહૃાું છે. જ્યાં માત્ર એક લેબ હતી. ત્યાં હવે ૨૨૦થી વધારે લેબ ટેસ્ટિંગનું કામ કરી રહી છે. વિશ્ર્વનો અનુભવ કહે છે કે કોરોનાના ૧૦ હજાર દૃર્દૃી થશે તો ૧૫૦૦ બેડની જરૂર પડે છે. ભારતમાં આજે અમે ૧ લાખથી વધારે બેડની વ્યવસ્થા કરી દૃીધી છે. ૬૦૦થી વધારે હોસ્પિટલ કોવિડની સારવાર માટે કામ કરી રહૃાા છે. આ સુવિધાઓને ઝડપથી વધારાઈ રહી છે.મહિના-દૃોઢ મહિના પહેલાં ઘણાં દૃેશ કોરોના ઈન્ફેક્શન મામલે ભારત બરાબર ઉભા હતા. આજે તે દૃેશોમાં ભારતની સરખામણીએ કોરોના કેસમાં ૨૫થી ૩૦ ગણા કેસ વધી ગયા છે. તે દૃેશોમાં હજારો લોકોના દૃુખદૃ મૃત્યુ થયા છે. ભારતે પોલીિંસગ અપ્રોચ ન રાખ્યો હોત તો, ઈન્ટિગ્રેટેડ અપ્રોચ ન રાખ્યો હોત, સમયસર કડક નિર્ણય ન લીધા હોત તો આજે ભારતની સ્થિતિ કઈક અલગ જ હોત. પરંતુ પહેલાના અનુભવથી એ સ્પષ્ટ છે કે, આપણે જે રસ્તો પસંદૃ કર્યો છે તે આજની સ્થિતિમાં આપણાં માટે યોગ્ય છે.ઘણાં રાજ્યોએ પહેલેથી જ લોકડાઉન વધારી દૃીધું છે. દૃરેક સૂચનોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે, લોકડાઉનને ૩ મે સુધી વધારવામાં આવે. એટલે કે ૩ મે સુધી દૃેશના લોકો લોકડાઉનમાં રહેશે. આ દૃરમિયાન આપણે અનુશાસનનું પાલન કરવાનું છે, જે આપણે અત્યાર સુધી કરતાં આવ્યા છીએ. મારા દૃરેક દૃેશવાસીઓને પ્રાર્થના છે કે, આપણે હવે કોરોનાને કોઈ પણ નવા વિસ્તારમાં ફેલાવા નથી દૃેવાનો. સ્થાનિક સ્તરે એક પણ દૃર્દૃી વધે તો તે હવે આપણાં માટે િંચતાનો વિષય છે.