દેશમાં અત્યાર સુધીમાં ૭ કરોડથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં રાત્રે ૮ વાગ્યા સુધી ૭,૦૬,૧૮,૦૨૬ વેક્સિન થઈ ગયું છે. આમાંથી ૬,૧૩,૫૬,૩૪૫ લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ૯૨,૬૧,૬૮૧ લોકોને કોરોના વેક્સિનની બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જેમાં ૮૯,૦૩,૮૦૯ આરોગ્યકર્મી અને ૯૫,૧૫,૪૧૦ ફ્રન્ટલાઈન વોરિયર્સ શામેલ છે.