દેશમાં એક દિવસમાં ૨૩ હજારથી વધુ કોરોના દર્દીઓ મળતા તંત્રની ચિંતા વધી

ભારતમાં અત્યાર સુધીમાં ૨,૬૧,૬૪,૯૨૦ કોરોના વાયરસ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. બીજી તરફ સંક્રમણનો વ્યાપ પણ ફરી વધતો જઈ રહૃાો છે. દેશમાં ૨૪ ડિસેમ્બર, ૨૦૨૦ બાદ ફરી એકવાર સૌથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા છેલ્લા ૬ મહિનામાં સૌથી વધુ છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે જ્યાં ૨૪ કલાકમાં ૧૪ હજારથી વધુ કેસ નોંધાયા છે અને ૫૭ દર્દીઓનાં મોત થયા છે. પંજાબ અને કેરળમાં પણ સ્થિતિ વણસતી જઈ રહી છે. મહારાષ્ટ્રમાં રશિયા અને બ્રિટનથી પણ વધુ કેસ નોંધાયા છે.

શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૩,૨૮૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૩,૦૮,૮૪૬ થઈ ગઈ છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૯ લાખ ૫૩ હજાર ૩૦૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૫,૧૫૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

હાલમાં ૧,૯૭,૨૩૭ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૮,૩૦૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૧ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૨,૪૯,૯૮,૬૩૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં ૭,૪૦,૩૪૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

બીજો ડોઝ લઈ ચૂક્યા હેલ્થ વર્કર કોરોના પોઝિટિવ

મહારાષ્ટ્રમાં જાલના જિલ્લામાં ૨ હેલ્થ વર્કર વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોરોના પોઝિટિવ આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે વેક્સિન લીધા પછી બંનેમાં કોરોનાના હલકા લક્ષણ જોવા મળ્યા. તેમના સેમ્પલની તપાસ કરવામાં આવી તો બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એડિશનલ સિવિલ સર્જન પહ્મજા સરાફે કહૃાું કે બંને ડોઝ લીધા પછી ૪૨ દિૃવસ પછી શરીરમાં એન્ટીબોડી ડેવલોપ થાય છે. આ કારણે વેક્સિન લગાવ્યા પછી કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.