દેશમાં કુલ કોરોના કેસની સંખ્યા ૯૭.૩૫ લાખ: મૃત્યુઆંક ૧.૪૧ લાખને પાર

  • ૨૪ કલાકમાં વધુ ૩૨૦૮૦ પોઝિટિવ કેસ નોંધાયા

 

દેશમાં કાગડોળે કોરોનાની રસીની વાટ જોવાઈ રહી છે. જો કે તહેવારોની સીઝન પૂરી થતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહૃાો છે. રોજના નવા કેસ હવે ૪૦ હજારની અંદર પહોંચ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૨,૦૮૦ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા ૯૭,૩૫,૮૫૦ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૩,૭૮,૯૦૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે ૯૨,૧૫,૫૮૧ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.

તાજા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૩૬,૬૩૫ દર્દીઓ રિકવર થયા છે. જે રીતે રિકવરી રેટ સતત વધી રહૃાો છે તે એક સારો સંકેત છે. કોરોનાના કારણે એક જ દિવસમાં ૪૦૨ લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૪૧,૩૬૦ પર પહોંચી ગયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૪,૯૮,૩૬,૭૬૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. જેમાંથી ૧૦,૨૨,૭૧૨ સેમ્પલનું ગઈ કાલે એટલે કે ૮મી ડિસેમ્બરે ટેસ્ટિંગ કરાયું.