દેશમાં કોરોનાથી કુલ રિકવરી આંક ૯૭ લાખને પાર, નવા ૨૩,૦૬૭ કેસ નોંધાયા

  • વધુ ૩૩૬ દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક ૧,૪૭,૦૯૨ થયો

 

ભારતમાં કોરોનાથી રિકવરીમાં પણ વધારો નોંધાઈ રહૃાો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા ૯૭,૧૭,૮૩૪ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે વિતેલા ૨૪ કલાકમાં દેશાં નવા ૨૩,૦૬૭ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ લોડ વધીને ૧,૦૧,૪૬,૮૪૫ થયો છે. દરમિયાન વધુ ૩૩૬ દર્દીએ કોરોનાને પગલે અંતિમ શ્વાસ લીધા હતા.

દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના સક્રિય કેસો ત્રણ લાખ કરતા ઓછા નોંધાયા હતા. હાલમાં દેશમાં કોરોનાના ૨,૮૧,૯૧૯ સક્રિય કેસો છે જે કુલ કેસ લોડના ૨.૭૮ ટકા છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓનો આંક ૯૭ લાખને પાર જતા રિકવરી રેટ ૯૫.૭૭ ટકા થયો છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૪૭,૦૯૨ થતાં મૃત્યુદર ૧.૪૫ ટકા નોંધાયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના (આઈસીએમઆર) મતે ૨૪ ડિસેમ્બરના દેશમાં ૯,૯૭,૩૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૬,૬૩,૦૫,૭૬૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. દેશમાં ૨૪ કલાકમાં થયેલા ૩૩૬ મોત પૈકી મહારાષ્ટ્રમાં ૮૯, દિલ્હીમાં ૩૭, પશ્ર્ચિમ બંગાળમાં ૩૨ અને કેરળ, છત્તીસગઢ તેમજ ઉત્તર પ્રદેશમાં ૨૨-૨૨ લોકોના મોત થયા છે.