દેશમાં કોરોનાના કેસ ૮૦ લાખને પાર, ૨૪ કલાકમાં ૪૯,૮૮૧ કેસ નોંધાયા

  • કુલ મૃત્યુઆંક ૧,૨૦,૫૨૭એ પહોંચ્યો
  • કોરોનાના કુલ એક્ટિવ કેસ ૬,૦૩,૬૮૭, કુલ મોત ૧,૨૦,૫૨૭, રિકવરી રેટ ૯૧%

 

ભારતમાં પૂર ઝડપે ફેલાતા કોરોના વાયરસનું સંક્રમણ કાબુમાં આવતું જોવા મળી રહૃાું છે. સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બીજા સ્થાન પર છે. જો કે, છેલ્લા કેટલાક દિૃવસોથી કોરોનાના નવા નોંધાતા કેસમાં ઘટાડો જોવા મળી રહૃાો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા ૪૯૮૮૧ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૮૦,૪૦,૨૦૩ સુધી પહોંચી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહૃાો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૬૪૮૦ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહૃાો છે જે રાહતની વાત છે. આ સાથે જ આ આંકડો વધીને ૭૩૧૫૯૮૯ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૬૦૩૬૮૭ સુધી પહોંચ્યો છે.

મહીનાઓ પછી છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૫૧૭ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્ર્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૧૨૦૫૨૭ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૯૦.૯૯ ટકા સુધી પહોંચ્યો છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૪૪૪૫૧૭૦૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૧૧૭૩૮૦૯ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૩૦૦૪૬૦૫૨ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૧૩૨૩૧૮૪૬ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.