દેશમાં કોરોનાના સક્રિય કેસ ૬ લાખથી ઓછા, એક દિવસમાં નોંધાયા ૪૬,૯૬૪ નવા કેસ

કુલ કેસ ૮૧.૮૪ લાખ થયા,  વધુ ૪૭૦ના મોત સાથે મૃત્યુઆંક ૧.૨૨ લાખને પાર

 

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોનો આંકડો ૯૦ લાખની નજીક પહોંચી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૯૬૪ નવા કેસો સામે આવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૮૧,૮૪,૦૮૩ પર પહોંચી ગઈ છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫૮,૬૮૪ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહૃાાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૪૭૦ ના મરણ નોંધાયા છે. દેશમાં ૩ ઓગસ્ટ બાદ એક્ટિવ કેસોની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ છે. હાલ દેશમાં કુલ ૫,૭૦,૪૫૮ કોરોનાના એક્ટિવ કેસો છે.

દેશમાં હાલના સમયે રિકવરી રેટ ૯૧.૫ ટકા નોંધવામાં આવી છે. જ્યારે ડેથરેટ ૧.૪૯ ટકા છે. એક્ટિવ દર્દીઓનો દર ૭.૧૬ ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટ ઘટીને ૪.૫૧ ટકા પર આવી ચૂક્યો છે.

ગત એક દિવસમાં ૫૯,૪૫૪ દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે સમગ્ર દેશમાં કુલ ૭૪,૯૧,૫૧૩ દર્દીઓ જીવલેણ વાઈરસને હરાવી ચૂક્યાં છે. એટલે કે આટલા દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આ્વ્યા છે. આ ઉપરાંત દેશમભરમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૨,૧૧૧ લોકોના મોત કોરોના કારણે થયા છે.

સમગ્ર દેશમાં ભલે કોરોનાના પોઝિટિવ કેસો ઘટી રહૃાાં હોય, પરંતુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસો ફરીથી વધી રહૃાાં છે. દિલ્હીમાં સતત ચોથા દિવસે ૫૦૦૦થી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દીવાળીની આસપાસ કોરોનાના પોઝિટિવ કેસો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં પણ કોરોના પ્રકોપ યથાવત છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૫,૫૪૮ નવા કોરોના કેસ નોંધાયા છે. તેની સાથે જ અહીં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૧૬ લાખથી વધુ થઇ ગઇ છે. જ્યારે રવિવારે ૭૪ લોકોના મોત કોરોનાને કારણે થયું છે.

કેરલામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭,૯૮૩ નવા કેસ નોંધાયા છે. તેની સાથે અહીં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૪.૨૦ લાખ પર પહોંચી છે. અહીં વધુ ૨૭ લોકોના મોત કોરોનાના કારણે થતા કુલ મોતનો આંકડો ૧,૪૮૪ પર પહોંચ્યો છે.