દેશમાં કોરોનાની સુનામી:૨૪ કલાકમાં ૧.૩૧ લાખ નવા કેસ, ૭૮૦ના મોત

  • અમેરિકા બાદ ભારત બીજો દેશ, જ્યાં એકસાથે આટલી મોટી સંખ્યામાં દર્દીવધી રહૃાા છે

 

કોરોના મહામારી નું વિકરાળ સ્વરૂપ સમગ્ર દેશમાં કહેર વર્તાવી રહૃાું છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહૃાો છે છેલ્લા ૨૪ કલાકમાં ૧.૩૧ લાખ નવા કેસ નોંધાયા છે અને ૮૦૦થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે ૬૦,૦૦૦થી વધારે લોકો સાજા થઈ ગયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૦ લાખ તરફ આગળ વધી રહી છે અને હાલ તે આંકડો ૯.૭૪ લાખ જેટલો છે.

દેશમાં સતત કરોના વાયરસના કેસમાં વધારો થઇ રહૃાો છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં સતત કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંક વધી રહૃાો છે. છેલ્લા ૨૪ કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના ૫૬,૨૮૬ નવા કેસ નોંધાયા છે. તો આજે મહારાષ્ટ્ર ૩૭૬ લોકોના મોત થયા છે. માત્ર મુંબઇની અંદર કોરોનાના ૮,૯૩૮ કેસ સામે આવ્યા છે અને ૨૩ લોકોના મોત થયા છે.

આ સિવાય દિલ્હીમાં પણ સ્થિત વણસી છે. ૭૫૦૦ કેસ નવા દિલ્હીમાં આવ્યા છે, જેણે છેલ્લાં છ મહિનાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૩૨ લાખ ૨૯ હજાર ૫૪૭ કોરોના કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો તે ૫૭,૦૨૮ પર પહોંચ્યો છે. ગઇ કાલે એટલે કે બુધવારે ૫૯ હજાર ૯૦૭ કોરોના કેસ સામે આવ્યા હતા. જ્યારે સોમવારે ૪૭ હજાર ૨૮૮ લોકોને કોરોના કેસ સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એકતરફ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં બમ્પર વધારો થઇ રહૃાો છે, તો બીજી તરફ રાજ્યમાં રસી મુદ્દે રાજકારણ ગરમાયું છએ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર તમને પુરતી કોરોના રસી આપતી નથી.

કોરોના મહામારીના વધતા પ્રકોપની વચ્ચે ગુરૂવારના રોજ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. પીએમ મોકીએ સંકેત આપ્યા કે દેશવ્યાપી લોકડાઉન થશે નહીં. જો કે જે રાજ્ય નાઇટ કર્યુ લાગી રહૃાું છે તે યોગ્ય સાબિત થઇ શકે છે. પીએમ મોદીએ અપીલ કરી છે કે તેને કોરોના કર્યુ કહો. સાથો સાથ પીએમ મોદીએ ટેસ્ટિંગ વધારવાનું કહૃાું છે જેમાં ઇં-ઁઝ્રઇ ટેસ્ટિંગની સંખ્યા ૭૦ ટકા સુધી રાખવાની વાત કહી છે.