- છેલ્લા ૨૪ કલાકમાં ૬૯,૨૩૯ નવા કેસ, ૯૧૨ દર્દીનાં મોત
- દેશમાં દર ૧૫ મિનિટે ૧ વ્યક્તિનું થાય છે મોત
કોવિડ-૧૯નું સંક્રમણ જે રીતે દેશમાં વધી રહૃાું છે તેનાથી ચિંતામાં વધારો થઈ રહૃાો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ તરફથી રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૯,૨૩૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૧૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩૦,૪૪,૯૪૧ થઈ ગઈ છે. નોંધનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના હવે ૭ લાખ ૦૭ હજાર ૬૬૮ એક્ટિવ કેસ છે. બીજી તરફ, ૨૨ લાખ ૮૦ હજાર ૫૬૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૫૬,૭૦૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૨૧૨ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૯૮૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૪ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૨૮૮૩ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૨૩૮ કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૮૫,૬૭૮ છે. જેમાંથી એક્ટિવ કેસ ૧૪,૫૩૮ છે. આજે રાજ્યમાં કુલ ૭૫,૨૫૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં ૨૩૮, અમદાવાદમાં ૧૭૯, વડોદરામાં ૧૨૨, રાજકોટમાં ૯૯, જામનગરમાં ૮૦, અમરેલીમાં ૬૭, ભાવનગરમાં ૫૮, પંચમહાલમાં ૩૬, ભરૂચમાં ૩૨, ગાંધીનગરમાં ૨૭, મહેસાણામાં ૨૬, કચ્છમાં ૨૪, ગીર સોમનાથમાં ૧૮, જૂનાગઢ, આણંદ, બનાસકાંઠામાં ૧૬-૧૬, દાહોદમાં ૧૪, પાટણમાં ૧૩, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ૧૦-૧૦, ખેડા, સુરેન્દ્રનગર, નર્મદા, તાપીમાં ૯-૯, જામનગર, મહિસાગરમાં ૮-૮, બોટાદ,
નવસારી, સાબરકાંઠામાં ૭-૭, વલસાડમાં ૬, અરવલ્લી, છોટા ઉદેપુરમાં ૩-૩ અને ડાંગમાં ૨ સહિત કુલ ૧૨૧૨ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કારણે ૧૪ દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં ૬, અમદાવાદમાં ૩, જૂનાગઢમાં ૨, કચ્છ, પાટણ અને વડોદરામાં ૧-૧ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં ૩૦૮, અમદાવાદમાં ૧૬૭, રાજકોટમાં ૮૫, વડોદરામાં ૪૭ સહિત કુલ ૯૮૦ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ ૧૪,૫૩૮ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૮૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૪,૪૫૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં ૬૮,૨૫૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી જાહેર કરાયેલા આંક અનુસાર દેશમાં ૧૬થી ૨૨ ઓગસ્ટ સુધી એક અઠવાડિયામાં ૫૮૧૪ લોકોના મોત થયા છે. રોજ ૯૦૦થી વધુ લોકોના જીવ ગયા હોવાનું છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે. આ સાથે જ ૧૯ ઓગસ્ટે ૧૦૯૨ લોકોના મોત કોરોનાથી થયા છે. કોરોના સંક્રમિતમાં અમેરિકા દુનિયામાં પહેલા, બ્રાઝિલ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે. આ મહામારીથી થયેલા મોતના કેસમાં અમેરિકા પહેલા, બ્રાઝિલ બીજા, મેક્સિકો ત્રીજા અને ભારત ચોથા ક્રમે છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૨૧૬૯૮ મોત થયા છે. દિલ્હીમાં ૪૨૭૦ મોત, તમિલનાડુમાં ૬૩૪૦ દર્દીના મોત થયા છે.