દેશમાં કોરોનાનો આંક ૭૦ લાખને પાર: મૃત્યુઆંક ૧.૦૭ લાખે પહોંચ્યો

  • ૨૪ કલાકમાં વધુ ૭૩,૨૭૨ કોરોના સંક્રમિત કેસ, ૯૨૬ના મોત

 

ભારત સહિત ૧૮૦ થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો કહેર છે. અત્યાર સુધીમાં ૩.૬૮ કરોડથી વધુ લોકો આ ચેપથી પ્રભાવિત થયા છે. આ વાયરસથી ૧૦.૬૮ લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ લીધા છે. ભારતમાં પણ કોરોનાનાં કેસો દરરોજ વધી રહૃાા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ ૭૦ લાખ સુધી પહોંચી ગઈ છે.

આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા ૬૯,૭૯,૪૨૩ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૭૩,૨૭૨ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૨,૭૫૩ દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સમય દરમિયાન દેશમાં ૯૨૬ કોરોનાનાં દર્દીઓ સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૫૯,૮૮,૮૨૨ દર્દીઓ ઠીક થઇ ચુક્યા છે. ૧,૦૭,૪૧૬ લોકો મૃત્યુ પામ્યા છે. ૮,૮૩,૧૮૫ સક્રિય કેસ છે. રિકવરી દર વિશે વાત કરીઓ તો તે થોડો વધારો થયા પછી ૮૫.૮ ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ ૬.૨૯ ટકા છે. મૃત્યુ દર ૧.૫૩ ટકા છે. ૯ ઓક્ટોબરનાં રોજ, ૧૧,૬૪,૦૧૮ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૫૭,૯૮,૬૯૮ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ભારત અમેરિકા પછી બીજા ક્રમે સૌથી વધુ ટેસ્ટ કરનાર દેશ છે, જોકે ભારતની વસ્તીને જોતા, પ્રતિ ૧૦ લાખ ટેસ્ટ દીઠ ટેસ્ટની સંખ્યા હજી ઘણી ઓછી છે. ભારતમાં કોરોનાથી સૌથી અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. કોરોનાનાં કેસો ત્યાં ૧૫ લાખને વટાવી ગયા છે. અહી ૨.૩૬ લાખ સક્રિય કેસ છે. દેશનાં લગભગ તમામ રાજ્યોમાંથી કોરોના દર્દીઓનાં કેસ સામે આવ્યા છે. એવા ઘણા રાજ્યો પણ છે જે આ રોગચાળાથી મુક્ત હતા, પરંતુ કોરોનાની કથિત બીજી લહેર પછી, તે રાજ્યોમાં ફરી એકવાર કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહૃાો છે.

દેશમાં ૭ ઓગસ્ટના કોરોનાના કુલ ૨૦ લાખ કેસ થયા હતા. ત્યારબાદ ૨૩ ઓગસ્ટના ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરના ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરના ૫૦ લાખ અને ૨૮ સપ્ટેમ્બરના ૬૦ લાખ કેસો નોંધાયા હતા. છેલ્લા એક પખવાડિયામાં કોરોના સંક્રિમતોના કુલ ૯ લાખથી વધુ કેસો સપાટી પર આવ્યા છે. આઈસીએમઆરના ડેટા મુજબ દેશમાં કુલ ૮,૫૭,૯૮,૬૯૮ કોરોનાના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ૯ ઓક્ટોબરના દેશમાં ૧૧,૬૪,૦૧૮ કોરોના ટેસ્ટ હાથ ધરાયા હતા.