દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૭૮ લાખને પાર: રિક્વરી રેટ ૯૦ ટકા નજીક

  • ૨૪ કલાકમાં ૫૩,૩૭૦ નવા કેસ, વધુ ૬૫૦ના મોત
  • દેશમાં ૭૦ લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત,મૃત્યુઆંક ૧,૧૭,૯૫૬,એક્ટિવ કેસ ઘટીને ૬,૮૦,૬૮૦ થયા

     

દેશમાં કોરોનાના કેસો સતત ઘટી રહૃાાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહૃાો છે. આંકડા પર નજર નાંખીએ તો, અત્યાર સુધી કુલ ૭૮ લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી ૭૦ લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. આમ કુલ મળીને દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૦ ટકાની નજીક પહોંચ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૩,૩૭૦ નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન ૬૫૦ લોકોના મરણ નોંધાયા છે.

આમ નવા કેસ ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ ૭૮,૧૪,૬૮૨ પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહૃાો છે. દેશમાં અત્યાર સુધી કુલ ૭૦,૧૬,૦૪૬ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહૃાાં છે. દેશમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો, આ આંકડો ઘટીને ૬,૮૦,૬૮૦ પર પહોંચી ગઈ છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહૃાો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૭,૫૪૯ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેને મળીને રિકવરી રેટ ૮૯.૭૮ ટકા થઈ ગયો છે.

દેશમાં એક્ટિવ કેસોમાં પણ ઝડપથી ઘટાડો થઈ રહૃાો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૪,૮૨૯ એક્ટિવ કેસો ઓછા થયા છે. જેને મળીને એક્ટિવ કેસનો રેટ ૮.૭૧ ટકા થઈ ગયો છે.

દેશમાં અત્યાર સુધી ૧૦ કરોડથી વધુ સેમ્પલોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં શુક્રવાર સુધી ૧૦,૧૩,૮૨,૫૪૬ સેમ્પલોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાંથી ૧૨,૬૯,૪૭૯ ટેસ્ટ ગઈકાલે જ કરવામાં આવ્યાં છે.