દેશમાં નવા કોરોના વાયરસ સ્ટ્રેનની એન્ટ્રી: ૬ કેસ મળતા ખળભળાટ

  • યુકેથી પાછા ફરેલા ૬ લોકોમાં નવા સ્ટ્રેન મળ્યા, તમામને સીંગલ આઇસોલેશનમાં રખાયા

 

નવા વર્ષના જશ્ર્ન પહેલાં કોરોનાના મોરચા પર ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં જેનો ડર હતો આખરે એ થઇ જ ગયું. જી હા ભારતમાં પણ યુકેવાળા કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઇ ગઇ છે. ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ ૬ કેસ મળ્યા છે.

આજે ભારત સરકારની તરફથી આ વાતની માહિતી અપાઇ છે. યુકેથી પાછા આવેલા ૬ લોકોમાં આ નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. તેમાંથી ૩ બેંગલુરૂ , ૨ હૈદ્રાબાદ અને એક પૂણેની લેબના સેમ્પલમાં નવા સ્ટ્રેન જોવા મળ્યા.

યુકેથી આવેલા લોકોના જીનોમ સ્કિવેસિંગ કરાયા હતા, તેનો રિપોર્ટ મંગળવારે રજૂ કરાયો. જેમાં અલગ-અલગ લેબમાં ટેસ્ટ કરાયેલા સેક્શન અંગે જણાવ્યું. આ તમામ લોકોને સિંગલ આઇસોલેશન રૂમમાં રખાયા છે. તેમના સંપર્કમાં આવનારા નજીકના લોકોને પણ ક્વારેન્ટાઇન કરી દેવાયા છે.

આપને જણાવી દઇએ કે ૩૩૦૦૦ પેસેન્જર યુકેથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર ૨૫ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બરની વચ્ચે આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં ૧૧૪ કોરોના સંક્રમિત મળ્યા છે. તેમના સેમ્પલને જ્યારે જિનોમ સીક્વેસિંગ માટે મોકલ્યા તો છમાં નવા સ્ટ્રેન મળ્યા.

ત્યારબાદ આ તમામના સેમ્પલોને દેશની ૧૦ લેબ (કોલકત્તા, ભુવનેશ્ર્વર, એનઆઇવી પૂણે, સીસીએસ પૂણે, સીસીએમબી હૈદરાબાદ, સીસીએફડી હૈદરાબાદ, ઇનસ્ટેમ બેંગલુરૂ, એનઆઇએમએચએએનએસ બેંગ્લુરુ, આઇજીઆઇબી દિલ્હી, એનસીડીસી દિલ્હી)માં મોકલાયા હતા.

ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને લઇ વૈજ્ઞાનિકોએ કહૃાું હતું કે આ ૭૦ ટકા ઝડપથી ફેલાય છે, આ જ કારણ છે કે તેને લઇ ઘણા સમયથી સતર્કતા વધારી દેવામાં આવી છે. જે કંપનીઓ વેક્સીન બનાવી રહી છે તેમનું કહેવું છે કે કોરોનાના નવા સ્ટ્રેનની વેક્સીનના નિર્માણ પર અસર થશે નહીં.

વૈજ્ઞાનિકોએને હજી સુધી કોરોના વાયરસના આ નવા વેરિએન્ટ (B.૧.૧.૭) વિશે વધુ માહિતી મળી નથી. હાલમાં તેના જીનોમ સ્ટ્રક્ચર પર સંશોધન ચાલી રહૃાું છે. વૈજ્ઞાનિકો હજી પણ તે શોધવાનો પ્રયાસ કરી રહૃાા છે કે શું આ મ્યુટેશનથી વાયરસ વધુ ખતરનાક થઇ રહૃાો છે કે પછી નબળો પડી રહૃાો છે.

નવા સ્ટ્રેન ખૂબ જ ચેપી છે. તેનાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કોરોના કેસોમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. એટલે કે સામાન્ય તાણ કરતા ત્રણ ગણો વધુ ચેપી છે. કોરોનાનું નવું સ્ટ્રેન કેટલું જોખમી છે તે સ્પષ્ટ નથી. ખેર વધુ ચેપી થવાથી જોખમી તો છે જ, કારણ કે તેનાથી લોકોમાં ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આ વેરિએન્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ૨૩ વખત મ્યુટેશન થયું છે જે આશ્ર્ચર્યજનક છે.