અમદાવાદ,
વર્ષ 2008માં અમદૃાવાદૃમાં થયેલા બ્લાસ્ટ કેસનો આખરે ચૂકાદો આવી ગયો છે. આ ચૂકાદૃો ઐતિહાસિક બની ગયો છે કારણ વિશ્ર્વના ઇતિહાસ પ્રથમવાર એવું બન્યું હશે કે એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય, યુએપીએ એક્ટ હેઠળ ફાંસીની સજા સંભળવવામાં આવી છે. આ ઉપરાંત 11 આરોપીઓને આજીન કેદૃની સજા ફટકારવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટે એમ કુલ 49 આરોપીની સજાનું એલાન કર્યું હતું. સાથે જ મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદૃેશ કરાયો છે. 1થી 16 નંબર અને 18,19 નંબરના આરોપીઓને ફાંસીની સજા, 20, 28, 31, 32, 36, 37, 38, 39 નંબરના આરોપીઓને ફાંસી, 40, 42, 44, 45, 47, 49, 50, 60, 63, 69, 70 અને 78 નંબરના આરોપીઓને ફાંસી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદૃાવાદૃ, મધ્યપ્રદૃેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. 26 જુલાઈ 2008 શનિવાર સાજના 6.15 વાગે અમદૃાવાદૃ આરોપીઓએ પોતાની મેલી મુરાદૃ પુરી કરી અમદૃાવાદૃને લોહીયાળ બનાવી દૃીધું હતું. અમદૃાવાદૃના જુદૃા-જુદૃા 20 સ્થળો પર 71 મિનિટમાં 21 જેટલા બ્લાસ્ટ કર્યા હતા. શહેરના 20 જેટલા સ્થળોએ આરોપી બોમ્બ મુક્યા હતા. આ ઘટના વખતે 19 સાઇકલ, 2 કાર અને 1 એએમટીએસ બસમાંથી બોમ્બ મળી આવ્યા હતા. આ ઘટનાને આઝમ આપવા માટે વાઘમોરના જંગલોમાં કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આરોપીઓ ટ્રેન મારફતે અમદૃાવાદૃ માં આવ્યા હતા. જયારે વિસ્ફોટક સમાન મુંબઈથી કાર મારફતે અમદૃાવાદૃ અને સુરત પહોંચાડવામાં આવ્યો હતો. આરોપીએ 19 સાઈકલો ખરીદૃી હતી અને સ્લીપર સેલનો ઉપયોગ કરી બોબ પ્લાન્ટ કર્યા હતા.બ્લાસ્ટ કેસનો ઘટનાક્રમ : તારીખ 26 મી જુલાઈ વર્ષ 2008ના દિૃવસે અમદૃાવાદૃમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. સાંજે 6.30 વાગ્યા થી 8.10 વાગ્યા સુધી અમદૃાવાદૃના વિવિધ 20 સ્થળો પર 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્ર્વર, નરોડા,સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, ઇસનપુર, ખડીયા,નારોલ સર્કલ, જવાહર ચોક, ગોવિદૃ વાળી, રાયપુર ચકલા, સારંગપુર, બાપુનગર, ઠક્કર બાપા નગર, સરખેજ સહિતના વિસ્તારો હતા. આ ઘટનામાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ રાતદિૃવસ કામે લાગી હતી, જેમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, હિમાશૂ શુક્લ, ઉષા રાડા, મુયર ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમની મહેનતથી 19 દિૃવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદૃાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદૃેશ બાદૃ કેસની ડે ટુ ડે સુનવણી કરવામાં આવતા કોરોનાકાળમાં પણ સુનવણી થઈ હતી. ગાંધીનગર રેન્જ આઈ જી અભય ચુડાસમાએ આ ચૂકાદૃાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહૃાું હતું કે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને હજારો પેજના ડોક્યુમેન્ટસ તૈયાર કર્યા હતા. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદૃી અને ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજીને માર્ગદૃર્શન આપ્યું હતું. તેમણે કહૃાું હતું કે આ બ્લાસ્ટનો ભેદૃ ઉકેલશો તો દૃેશ માટે મોટું કામ થશે અને ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી હતી. અનેક રાજ્યોમાં ટિમો મોકલવામાં આવી હતી અને પુરાવા એકઠા કર્યા હતા. આ કેસના સાક્ષીઓએ પણ બનાવની ગંભીરતા પ્રમાણે જુબાની આપી હતી. 14 વર્ષની કાયદૃાકીય લડાઇ બાદૃ 38 આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે જ્યારે 11 આરોપીઓને આજીવન કેદૃની સજા સંભળવાવવામાં આવી છે. ફક્ત 10 જ આરોપીઓ મુક્ત થયા છે બાકીના નિર્દૃોષ આરોપીઓ પણ બીજા રાજ્યોના કેસમાં જેલમાં ટ્રાન્સફર થયા છે. કોઈ કડી વગર આ કેસ ને ઉકેલવો સૌથી મોટી ચેલેન્જ હતી. કારણ કે આરોપી શિક્ષિત અને ટેક્નોલોજીના જાણકાર હતા. તેઓ સુરક્ષિત વિસ્તારમાં છુપાયેલા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીન એ બ્લાસ્ટની જવાબદૃારી સ્વીકારી હતી.