દેશમાં આ વર્ષે ચોમાસામાં સારોએવો વરસાદ પડ્યા પછી ચાલુ રવી સીઝન દરમિયાન શિયાળુ કૃષિ પાકોનું વાવતેર વિક્રમી સ્તરે પહોંચી ગયું છે. કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી ૬૫૨ લાખ હેક્ટરમાં શિયાળુ પાકોનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં દોઢ ટકાનો વધારો દર્શાવે છે.
જ્યારે ગઈ રવી સીઝનમાં સમીક્ષા હેઠળના ગાળા દરમિયાનમાં ૬૪૨ લાખ હેક્ટરમાં કૃષિ પાકોનું વાવેતર થયું હતું. રવી પાકોના વાવેતરમાં વધારો મુખ્યત્વ ઘઉં, ચોખા, ચણા સહિતના કઠોળ અને તેલીબિયાં પાકોના ક્ષેત્રફળમાં વૃદ્ધિને આભારી છે. રવી સીઝનના મુખ્ય પાક ઘઉંનું વાવેતર બે ટકા વધીને ૩૩૭.૧૪ લાખ હેક્ટરમાં થયું હતું. તેવી જ રીતે ચોખાનો વાવેતર વિસ્તાર પણ ૫ ટકા વધીને ૨૧.૦૪ લાખ હેક્ટર થયો છે.
પંજાબ, હરિયાણ રાજ્યમાં ખેડૂતો આંદોલન વચ્ચે પણ ઘઉં અને ચોખાના વાવેતરમાં વધારો થયો છે. આ વર્ષે દેશમાં ઘઉંની નિકાસ ત્રણ ગણી વધવાની સંભાવના છે. USDAના જણાવ્યા મુજબ ૨૦૨૦-૨૧માં ભારતના ઘઉંની નિકાસ ૧૮ લાખ ટને પહોંચે એવી શક્યતા છે. ગયા વર્ષે દેશમાં ઘઉંનું નોંધપાત્ર રહૃાું હતું અને આ સીઝનમાં પણ ઉત્પાદન વધવાની અપેક્ષા છે. દેશમાંથી વર્ષ ૨૦૧૯-૨૦માં ૫.૯૫ લાખ ટનની ઘઉંના નિકાસ થઈ હતી.
ભારતની ઘઉંની નિકાસ
વર્ષ ઘઉંની નિકાસ
૨૦૧૪-૧૫ ૧૮.૧૭ Lakh Tons
૨૦૧૫-૧૬ ૯.૦૮ Lakh Tons
૨૦૧૬-૧૭ ૪.૩ Lakh Tons
૨૦૧૭-૧૮ ૫.૧૭ Lakh Tons
૨૦૧૮-૧૯ ૪.૯૪ Lakh Tons
૨૦૧૯-૨૦ ૫.૯૫ Lakh Tons
૨૦૨૦-૨૧: ૧૮ Lakh Tons
યુએસડીએના અંદાજ લગાવ્યો હતો કે વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતથી ૧૮ લાખ ટન નિકાસ સંભવ છે. આ દરમ્યાન વૈશ્ર્વિક ઘઉંની કિંમત છ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી છે. આ વખતે ભારતથી ઘઉંની નિકાસની કિંમત ૨૮૫ ડોલર પ્રતિ ટન સંભવ છે. વાર્ષિક આધારે ઘઉંની કિંમત ૧૮.૫ ટકા વધારો જોવા મળી છે.