દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૯ હજાર કેસ,૫૦૦ ના મોત

ન્યુ દિલ્હી,

સમગ્ર દેશમાં કોરોના વાઇરસે માઝા મૂકી હોય તેમ દિૃવસેને દિૃવસે તેમાં વધારો થઇ રહૃો હોય તેમ અનલોક-૨ના૧૨મા દિવસે ગઇકાલે રવિવારે સૌથી વધુ ૨૯ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા. તેની સાથે કુલ આંકડો ૮.૭૮ લાખ પર પહોંચી ગયો છે અને ગણતરીના કલાકોમાં આ આંકડો ૯ લાખ પર પહોંચી શકે તેમ છે. આજે સોમવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા વેબસાઇટ  જાહેર કરાયા મુજબ ૨૯,૧૦૫ કેસો નવા નોંધાયા હતા અને આ જ ગાળામાં વધુ ૫૦૦ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૮૨૭ નવા કેસ બહાર આવ્યાં હતા  અને મોતની સંખ્યા ૧૭૩ થઈ છે. કેસો વધતાં કેટલાક રાજ્યોમાં સંક્રમણને રોકવા  આંશિક લોકડાઉન લાદવાની ફરજ પડી છે.  જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના ૧૮ કર્મચારીઓ પોઝિટિવ મળ્યા છે. આ સાથે જ ભારત  દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદૃીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૨૯ હજાર ૧૦૫ કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. તો ૧૮ હજાર ૧૩૯ દૃર્દૃીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં ૫૦૦ સંક્રમિતોના મોત થયા છે. રવિવારે સૌથી વધુ ૭૮૨૭ પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં વધ્યા હતા. ૪૨૪૪ કેસની સાથે બીજા નંબર પર તમિલનાડુ છે. જ્યાં  સૌથી વધુ ૩૬૧૭ દર્દૃી સાજા પણ  થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૮૨૭ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે અને મોતની સંખ્યા ૧૭૩ થઈ છે.

દેશમાં અનલોક-૨માં અપાયેવી વધારે છૂટછાટના પગલે  કોરોનાવાઈરસનું સંક્રમણ દૃાવાનળની જેમ ઝડપથી વધી રહું છે. કુલ કેસોની સંખ્યા ૮ લાખ ૭૮ હજાર  થઈ ગઈ છે. આજે તે ૯ લાખને પાર જાય તેવી શકયતા છે. જો કે,  ૫.૫ લાખથી વધુ દૃર્દૃીઓ અત્યારસુધીમાં સાજા પણ થઈ ચૂક્યા છે. ૩ લાખ ૧ હજારથી વધુ લોકોની હોસ્પિટલ, હોમ આઈસોલેશન કે કોવિડ કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે.

ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૩.૦૧ ટકા સુધી પહોંચી ગયો છે. દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮૫૦ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૫,૫૩૪૭૧ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે  છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૩૧૭૪ સુધી પહોંચી ગઈ છે

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨૫૪૪૨૭ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૨૮૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદૃ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૮૪૭૦ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૯૬૬ લોકોના મોત થયા  છે. ત્યારબાદૃ દિૃલ્હીમાં ૧૧૨૪૯૪ કેસ નોંધાયા છે જ્યારે ૩૩૭૧ લોકોએ જીવ ગુમાવ્યા છે

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૮૨૭ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે અને મોતની સંખ્યા ૧૭૩ થઈ છે. મુંબઈમાં કોરોનાના ૧૨૬૩ કેસ પ્રકાશમાં આવ્યા છે, ૧૪૪૧ સાજા થયા છે અને ૪૪ના મોત થયા છે. અહીં વિધાનસભાના ૧૮ કર્મચારીઓ પોઝિટિવ મળ્યા છે. બીજી તરફ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પોતે આઈસોલેટ થયા છે. જ્યારે, .સૌથી મોટા રાજ્ય  ઉતરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૮૮ નવા દર્દૃીઓ મળ્યા છે. શનિવારે રાજ્યમાં નવા ૧૪૦૩ દૃર્દૃીઓ મળ્યા હતા. આ મહિનામાં માત્ર ૧૨ દિૃવસમાં જ ૧૩૧૭૨ નવા દર્દૃીઓ મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૩૩૩૪ સંક્રમિત મળ્યા છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદૃીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.