દેશી કુળના વૃક્ષ ઉર્જાથી ભરપૂર હોય છે

તા. ૧૭.૯.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ ભાદરવા વદ સાતમ, આઠમનું શ્રદ્ધ,કાલાષ્ટમી, રોહિણી      નક્ષત્ર, સિદ્ધિ  યોગ, બાલવ  કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ)           : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) :    કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ વક્રી ગ્રહોનો જમાવડો થતો જાય છે અને કેટલીક જગ્યાએ વિધિની વક્રતાઓ જોવા મળી રહી છે. અમુક કાર્ય ફરી ફરીને રિપીટ કરવાનું પણ આવી શકે અને અમુક બાબતમાં પાછું ફરી અને આગળ વધવાનું આવે તેવા સંકેત ગ્રહો આપી રહ્યા છે. મંત્ર સાધના કે ધ્યાન માટે પસંદ કરવામાં આવતી જગ્યાનું મહત્વ છે. હાલમાં જયારે હું અત્રે  સ્વિચવર્ડ વિષે વાત કરું છું એ માટે પણ ચોક્કસ જગ્યા પસંદ કરવી જોઈએ. પ્રાકૃતિક શાંત જગ્યા કે ઘેઘુર વૃક્ષ નીચે જયારે સાધના કરવામાં આવે કે  સ્વિચવર્ડસ લખવામાં આવે કે મંત્ર જાપ કરવામાં આવે કે ધ્યાન કરવામાં આવે ત્યારે વિશેષ પરિણામ પ્રાપ્ત થાય છે તેમાં પણ દેશી કુળના કેટલાક વૃક્ષ ઉર્જાથી ભરપૂર હોય છે અને તેની નીચે બેસી સાધના કરવાથી સુંદર પરિણામ પ્રાપ્ત થતા હોય છે. ખાસ કરીને બિલ્વ વૃક્ષ, વડ, પીપળો, શમી વૃક્ષ, સવન, લીમડો આ બધા વૃક્ષઓ સાધકને ઉર્જા આપનાર છે. કોઈ પણ અનુષ્ઠાન કે સાધનામાં એક જગ્યા,એક આસન એક માળા, એક મંત્ર અનુશાશનથી રાખવા જોઈએ અને સાધનામાં શિસ્ત, નિયમિતતા અને શ્રદ્ધા રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે.