દોઢ મહિનામાં સાડા ત્રણ લાખ લોકોનું વેક્સિનેશન થશે : કલેક્ટરશ્રી

  • કોરોના સામે લડવા શ્રી વસંતભાઇ ગજેરાએ વધુ એક વખત 300 લોકો રહી શકે તેવી એલ.ડી. હોસ્ટેલને કોવીડ કેર સેન્ટર માટે સોંપી

અમરેલી
અમરેલી જિલ્લામાં કોરોના ના કેસ બેકાબૂ રીતે આગળ વધી રહ્યા છે અને આભ ફાટ્યા જેવી સ્થિતી ઉભી થઇ રહી છે ત્યારે કલેકટર શ્રી દ્વારા વેક્સિનેશન ની કામગીરી ઉપર વધુમાં વધુ જોર આપી અને કોરોના ના દર્દીઓ ને સુચારુ રૂપે સારવાર મળી રહે તે માટે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ ઉપરાંત નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ ની હોસ્પિટલમાં 72 બેઠકો ઓક્સિજન સહિતના તૈયાર કરવા આદેશ અપાયો છે અને અઠવાડિયામાં તે કાર્યરત થઈ જશે આ ઉપરાંત અમરેલીના વતની અને શાંતાબા ગજેરા મેડિકલ કોલેજના ચેરમેન શ્રી વસંતભાઇ ગજેરાએ પોતાની 300 લોકોની ક્ષમતાવાળી એલ.ડી હોસ્ટેલ ર્બપૈગ કેર સેન્ટર માટે સરકારને સુપરત કરી છે
બીજી તરફ કોરોના માં જાનહાનિ ટાળવા માટે શાંતાબા ગજેરા હોસ્પિટલ દ્વારા ફેફસાના રોગ ના નિષ્ણાંત ડોક્ટર હીમ પરીખ ની પૂર્ણ સમય માટે નિમણૂક કરવામાં આવી છે
જ્યારે કલેકટર શ્રી ના કંટ્રોલરૂમ દ્વારા પણ કોરોના ની સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા પણ ઘનિષ્ઠ પગલાઓ શરૂ કરવામાં આવ્યા છે.
કલેક્ટરશ્રી એ અવધ ટાઈમ્સની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વેક્સિનેશન ની કામગીરીને કારણે મૃત્યુદર ઓછો છે અને એક અંદાજ પ્રમાણે જિલ્લામાં 45 વર્ષથી ઉપરની વયના સાડા ત્રણ લાખ કરતા વધુ લોકો છે તે તમામને આગામી દોઢ મહિનામાં વેક્સિન થી રક્ષિત કરવાનો લક્ષ્યાંક છે.