મરેલી,
બીપોરજોય સંભવીત વાવાઝોડાને કારણે રાત્રે કચ્છમાં લેન્ડ ફોર થનાર છે તે પુર્વે ગઇકાલે દ્વારકામાં કેન્દ્રીયમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ વેૈદિક મંત્રોચ્ચાર સાથે દરીયાદેવને પુજા કરી હતી ગોમતીઘાટ પર પુજા કરી લોકોને રક્ષણ મળે તેવી પ્રાર્થના કરી હતી દરીયાદેવના પુજન વેળાએ સ્થાનીક આગેવાનો તથા પંડીતો સાથે રહયા હતા ગોમતીઘાટ પર મંત્રોચ્ચાર સાથે શ્રીફળ પધરાવી દરીયાદેવને પુજા અર્ચના કરતા અનેરો ધાર્મિક માહોલ સર્જાયો હતો ગુજરાતના લોકોને વાવાઝોડા સામે રક્ષણ મળે તે માટે શ્રી પરસોતમભાઇ રૂપાલાએ દરીયાદેવને પ્રાર્થના સાથે વિંનંતી કરી હતી.