દ્વારકામાં પુ.શ્રી મોરારીબાપુ ઉપર શ્રી પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ

અમરેલી,
શ્રી કૃષ્ણ વિશે શ્રી મોરારીબાપુના વિધાનથી જાગેલા વિવાદમાં આજે દ્વારકા ગયેલા રામાયણી સંત શ્રી મોરારીબાપુ ઉપર ધારાસભ્ય શ્રી પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચ્યો છે સાંસદશ્રી પુનમબેન માડમ સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં બનેલ બનાવનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઉતરપ્રદેશની એકાદ વર્ષ પહેલા યોજાયેલી કથામાં શ્રી મોરારીબાપુએ કરેલા વિધાનનાં વિડીયોની એક કલીપ વાયરલ થઇ હતી અને વિવાદ જાગ્યો હતો આ મામલે મોરારીબાપુએ સ્પષ્ટતા સાથે માફી પણ માંગી હતી અને તે આ માટે જ દ્વારકા ગયા હતા.