દ્વારકામાં શ્રી રૂપાલા ખડેપગે : ગૌશાળાની મુલાકાતે

અમરેલી,

કેન્દ્રીય પશુપાલન ડેરી વિભાગના મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ બીપોરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે ગઇકાલે દ્વારકાની મુલાકાત લીધી હતી અને ત્યાંની સ્થિતિ જાણી હતી અને આજે સતત બીજા દિવસે પણ શ્રી રૂપાલાએ દ્વારકા વિસ્તારની વિગતો મેળવી તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી 136 વર્ષ જુની ગોૈશાળામાં બીનવારસી અબોલ ગાયો સહિતના પશુઓ રહે છે તે ગોૈશાળાને ગોૈહોસ્પિટલમાં રૂબરૂ જઇને વાસ્તવીક વિગતો મેળવી અને જરૂરી સુચનો કર્યા હતા શ્રી રૂપાલાને આ મુલાકાત દરમીયાન શેૈલેષભાઇ ઘઘડા, દ્વારકા ચેમ્બરના પ્રમુખ બચુભાઇ વીઠલાણી તથા ભાજપના અગ્રણી ગુજડ વિજય સાથે રહયા હતા દ્વારકામાં સરળ રીતે સંપર્ક થઇ શકે તે માટે હેમરેડીયો અને સેેટેલાઇટ ફોનની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.એટલુ જ નહિં એનડીઆરએફ અને એસડીઆર એફની ટીમો પણ તેૈનાત રાખવામાં આવી છે.તેમ જાણવા મળ્યું છે.