ચીનના વિદૃેશ મંત્રીએ તણાવ વચ્ચે ભારત સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
ચીનના વિદૃેશમંત્રીએ ભારત સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા કહૃાું “બંને દૃેશો વચ્ચે સંપર્ક યથાવત્”
ચીનના વિદૃેશ પ્રધાન વાંગ યીએ રવિવારે કહૃાુ હતુ કે, બેઇજિંગ દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત કરવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છે. બંને દૃેશો સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં ૨૦૨૦થી વધારે તણાવ છે. ૨૦૨૨માં આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને ચીનના વિદૃેશ સંબંધો પર એક સેમિનારને સંબોધતા ચીનના વિદૃેશ મંત્રીએ કહૃાું કે, ‘બંને દૃેશોએ રાજદ્વારી અને સૈન્ય સ્તરે સંપર્ક જાળવી રાખ્યો છે. તેમણે કહૃાુ હતુ કે, ‘ચીન અને ભારતે રાજદ્વારી અને સૈન્ય સ્તરે સંપર્ક જાળવી રાખ્યો છે. બંને દૃેશો સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના (CPC) સંમેલન દરમિયાન વાંગ યીને તાજેતરમાં ઉચ્ચ સત્તાવાળા રાજકીય બ્યુરોમાં બઢતી આપવામાં આવી હતી. તેમણે સેમિનારમાં કહૃાુ હતુ કે, ‘અમે ચીન-ભારત સંબંધોને સ્થિર અને મજબૂત કરવાની દિશામાં આગળ વધવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છીએ. ચીનના વિદૃેશમંત્રી વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ભારત-ચીન સરહદ વિવાદને ઉકેલવા માટે રચવામાં આવેલી સમિતિના વિશેષ પ્રતિનિધિઓ છે. આ મિકેનિઝમ વર્તમાન રાઉન્ડ ઓફ બોર્ડર સ્ટેન્ડ ઓફમાં નિષ્ક્રિય રહી છે. આ મડાગાંઠને ઉકેલવા માટે બંને દૃેશોએ અત્યાર સુધીમાં ૧૭ રાઉન્ડની વાતચીત કરી છે. વાટાઘાટો પછી જાહેર કરવામાં આવેલી સંયુક્ત પ્રેસ રિલીઝ અનુસાર, ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો ૧૭મો રાઉન્ડ ૨૦ ડિસેમ્બરે યોજાયો હતો. તેમાં બંને પક્ષો ગાઢ સંપર્ક જાળવવા અને સૈન્ય અને રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત ચાલુ રાખવા માટે સંમત થયા હતા. વાંગ યીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાન સાથેના ચીનના સંબંધોનો પણ ટૂંકમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહૃાું કે, ‘બંને દૃેશો એકબીજાને મજબૂતીથી સમર્થન આપવાનું ચાલુ રાખે છે, તમામ વ્યૂહાત્મક ભાગીદારીને જાળવી રાખે છે અને મિત્રતાને મજબૂત કરે છે. ચીન-અમેરિકાના સંબંધ પર વાંગ યીએ કહૃાુ હતુ કે, ’અમે ચીન પ્રત્યે અમેરિકાની ખોટી નીતિને નિશ્ર્ચિતપણે નકારી કાઢી છે અને બંને દૃેશોને એકબીજાની નજીક લાવવા માટે સાચો રસ્તો શોધી રહૃાા છીએ.’ ચીની વિદૃેશ મંત્રીએ કહૃાું, ’અમેરિકા ચીનને તેના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે જોવાનું ચાલુ રાખે છે અને ચીનને ઘેરવામાં, દબાવવા અને ઉશ્કેરવામાં સામેલ છે. તેવામાં અમેરિકા અને ચીનના સંબંધ ગંભીર મુશ્કેલીભર્યા બની ગયા છે. તાઈવાનના મુદ્દે વાંગ યીએ કહૃાુ હતુ કે, ચીન અમેરિકાની દાદાગીરીથી ડરતું નથી. તેમણે કહૃાુ હતુ કે, ’અમે કોઈપણ શક્તિશાળી દૃેશ અથવા તેની ગુંડાગીરીથી ડરી ગયા નથી અને અમે ચીનના મુખ્ય હિત અને રાષ્ટ્રીય ગૌરવની સુરક્ષા માટે નિશ્ર્ચિતપણે કામ કર્યું છે.’ તેમણે યુક્રેન પર રશિયાના હુમલા છતાં ચીન-રશિયા સંબંધોના વિકાસ વિશે ખુલીને વાત કરી હતી. વાંગ યીએ કહૃાુ હતુ કે, ‘સારા પાડોશી દૃેશો તરીકે અમે રશિયા સાથે મિત્રતા અને સહકારને ગાઢ બનાવ્યો છે અને ચીન-રશિયા વચ્ચેના સંકલનની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ પરિપક્વ અને લચીલી બનાવી છે. તેમણે કહૃાુ હતુ કે, ’છેલ્લા એક વર્ષમાં ચીન અને રશિયાએ પોતાના મુખ્ય હિતને જાળવી રાખવા માટે એકબીજાને મજબૂતીથી ટેકો આપ્યો છે અને આ સમય દરમિયાન અમારો પરસ્પર રાજકીય અને વ્યૂહાત્મક વિશ્ર્વાસ વધુ મજબૂત થયો છે.’