દ.આફ્રિકા બોલર ડેલ સ્ટેન ૨૦૨૧માં આઇપીએલ નહિ રમે

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કહૃાું હતું કે તે ક્રિકેટથી વિરામ લઈ રહૃાો છે અને તેથી તે આઇપીએલ-૨૦૨૧માં નહીં રમે. ૩૭ વર્ષીય સ્ટેને બે ટ્વીટ્સમાં સ્પષ્ટ કરી દીધું છે કે તે નિવૃત્તિ લઈ રહૃાો નથી. સ્ટેન આઇપીએલ-૨૦૨૦માં વિરાટ કોહલીની કપ્તાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. આરસીબીએ ટ્વીટ કરીને એક ઈમોશનલ મેસેજ આપ્યો છે. જેમાં લખાયું છે કે, તને મિસ કરીશુ.

સ્ટેને પોતાની પહેલી ટ્વીટમાં લખ્યું કે, ક્રિકેટ ટ્વીટપ.એક નાનો મેસેજ તમામને એ જણાવવા માટે હું આ વર્ષે આઇપીએલમાં આરસીબી માટે નહીં રમું. હું અન્ય કોઈ ટીમથી રમવા માટે પણ વિચારી રહૃાો નછી. બસ થોડા દિવસની રજા લઈ રહૃાો છું. મને સમજવા માટે આરસીબીનો આભાર. ના હું સંન્યાસ લઈ રહૃાો નથી.

સ્ટેને તેની બીજી ટ્વિટમાં લખ્યું કે, ‘હું અન્ય લીગમાં રમીશ. મને જે કામ કરવામાં આનંદ આવે છે તે માટે હું મારી જાતને કંઈક કરવાની તક આપવા માંગું છું. હું મારી રમત ચાલુ રાખીશ. ના હું નિવૃત્તિ લઈ રહૃાો નથી. ૨૦૨૧નું વર્ષ સારું રહે.

સ્ટેને આ સિઝન આરસીબી માટે ફક્ત ૩ મેચ રમી હતી અને માત્ર એક વિકેટ લઈ શક્યો હતો. તેણે ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. જો કે લિમિટેડ ઓવર્સના ફોર્મેટમાં તે સક્રિય છે. તેણે દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે વલ્ક્ડ કપ રમવાની ઈચ્છા જાહેર કરી હતી.