હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં તમામ ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ ૭ મિમિથી લઈને ૨ ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ૫ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી, ડાંગમાં મધ્યમ વરસાદ પડી શકે છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સુરત જિલ્લાના ઉમરપાડામાં ૩ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે મહુવા, વાંસદા અને વધઈમાં ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.