ધન્ય છે અમરેલી : 24 કલાકમાં 10 લાખનો લોકફાળો એકત્ર

અમરેલી,
21 દિવસના લોકડાઉન દરમિયાન રોજનું રોજ રળી ખાતા મજુર અને ગરીબ વર્ગના લોકોની હાલત ખુબ જ કફોડી બનશે. અમરેલી શહેરની 1 લાખની વસ્તીમાં ઓછામાં ઓછા આવા 10 હજાર લોકો હશે. 4 વ્યક્તિને 10-12 દિવસ ચાલે તેટલી 1 કીટ બનાવી 1000 કુટુંબોને કીટ વહેંચવાનો વિકલ્પ વિચાર્યો છે. 1 કીટનો અંદાજીત ખર્ચ રૂા. પ00/- નો આવે છે. 1 કીટના રૂા. પ00 થી લઈ, પોતાની અનુકુળતા મુજબ અનુદાન આપી શકો છો. તેમ જણાવી આર્થિક મદદ માટે ડો. ભરભાઇ કાનાબારે હાંકલ કરી છે.અને જણાવ્યુ છે કે સમય અને સંજોગો પ્રમાણે કાચી ભોજન સામગ્રી – લોટ4 શાકભાજી4 તેલ4 ની કીટ બનાવી વહેંચવાની વ્યવસ્થાનો વિકલ્પ વિચાર્યો છે. વધારે અનુદાન મળે વધારે લોકો માટે આ વ્યવસ્થા ઉભી કરીશુંઁ આપત્તિના આ સમયમાં આ વ્યસ્થા માટે આપણા ઉદાર આર્થિક સહયોગની અપેક્ષા છે.તેમ ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ છે. મદદ કરવા ઇચ્છુકોએ 94269 14677 અથવા 93282 56445 નો સંપર્ક કરવા અને આ મેસેજ મિત્રો સબંધીઓ પરિચિતોમાં મોકલી આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવવા પણ જણાવ્યુ છે.આ અપીલને માન આપી દાતાઓએ ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો છે.
જેમાં ગઇ કાલે 2 લાખ 28 હજાર એકત્ર થયા બાદ માત્ર એક કલાકમાં જ વધ્ાુ 1 લાખ 57 હજાર 911નું અનુદાન મળ્યુ હતુ. અને ત્યાર પછી અવિરત લોકો આ અન્નયજ્ઞમાં જોડાતા ગયા અને ગુરૂવારે સાંજ સુધીમાં 24 કલાકમાં જ રૂા,10 લાખ પુરાની રકમનો લોકફાળો એકત્ર થઇ ગયો હતો.
ડો. ભરતભાઇ કાનાબાર,શ્રી સોજીત્રા, શ્રી ભુવા, અને કેતનભાઇ બાદ અવધ ટાઇમ્સે પણ સામાજીક રીતે પણ પોતાનું યોગદાન નોંધાવ્યુ હતુ અવધ ટાઇમ્સના માલીક અને તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણે પણ 25 હજાર આ યજ્ઞ માટે નોંધાવ્યા હતા.
ત્યાર બાદ અવિરત પ્રવાહ વહ્યો હતો જેમાં 51 હજાર અરવિંદભાઇ કુણાલ કંટ્રકશન, ધીરૂભાઇ ઉકાણી હાલ સુરત 75 હજાર વિમલભાઇ કથીરીય તથા 51 હજાર જીવણલાલ ભાણજી પરીખ જવેલર્સ હસ્તક શૈલેષભાઇ, 31 હજાર હસુભાઇ સતાણી તથા 25 હજાર ડો. દિલીપભાઇ ઉનડકટ, કાળુભાઇ તન્ના શુભ મીલન, જીતુભાઇ ગોળવાળા 21 હજાર રમેશભાઇ ગોજારીયા, એ વન વોટર ટેંક, ડી.એમ.ત્રિવેદી, હીમાંશુભાઇ ભાયાણી 11 હજાર તાપસભાઇ તળાવીયા, 1 લાખ 11 હજાર 111 લાલજીદાદાનો વડલો ગોવિંદભાઇ ધોળકીયા તથા 11 હજાર ડો. પીયુશભાઇ ગોસાઇ, કે.પી. ભડકોલીયા, જીતભાઇ દેસાઇ, કેરીપેકર નેટવર્ક ડો. વિપુલભાઇ અને વંદનાબેન મહેતા, પ્રકાશભાઇ પરીખ, 10 હજાર અજયભાઇ અગ્રાવત, 5100 ડો. ભાવેશભાઇ મહેતા, ડો. હિતેષભાઇ શાહ, અલ્પેશભાઇ વાજા, કાળુભાઇ તારપરા, પ્રફુલભાઇ ઉના, ધર્મેશભાઇ ગાંધી, હરેશભાઇ વેગડ લુણીધાર, બકુલભાઇ પંડયા, ડો. સ્નેહલ પંડયા,21 હજાર વનરાજભાઇ પટેલ આર્કીટેક 5100 રાહુલભાઇ ભુવા, ડો. કચ્છી સાહેબ ચેતનભાઇ ચૌહાણ અને 5000 રાજુભાઇ મીલન, તેજસભાઇ દેસાઇ તથા 2500, ડો. અમીશ્રી યાજ્ઞીક, ડો. ગોસ્વામી,2100 ચેતનભાઇ રાવળ, વિપુલભાઇ વોરા, નીલેશભાઇ જોષી, હરેશભાઇ ભાયાણી, મોટાભાઇ સંવટ, મુકેશભાઇ ખોખરીયા, વિક્રમભાઇ આહિર, અશ્ર્વિનભાઇ કામદાર, રોહીતભાઇ જીવાણી, હિતેશભાઇ કારીયા, રાજુભાઇ ભુતૈયા, અમીતભાઇ શીંગાળા, અમીતભાઇ કાકડીયા તથા 1100 મનીષભાઇ સીધ્ધપુરા, કિશોરભાઇ જાની, લીલાવતીબેન ભટ્ટી, મોહનભાઇ વરીયા, વિપુલભાઇ કાનાબાર, કપીલભાઇ જાની, મુકેશભાઇ ભટ્ટ, ચેતનભાઇ લીલીયા, તરૂણભાઇ પંડયા, રાજુભાઇ રાયપુર, સીકંદરખાન પઠાણ, ટોમભાઇ અગ્રાવત, ડી.જી. મહેતા, સંજયભાઇ પંડયા, રાજુભાઇ સોઢા, પ્રદિપભાઇ મહેતા, હિરેનભાઇ વીરળીયા, જાવેદખાન પઠાણ અને શૈલેષભાઇ નાંઢાનો સમાવેશ થાય છે. જયારે જેશીંપગરાનાં કર્મયોગી એવા યુવાનો સર્વશ્રી ભુપત સાવિલયા,પરેશ પોકળ,સંદીપ માગરોળિયા, સંજય પોકળ,જતીન સુખડીયા,ભરત કાબરીયા, વિમલભાઈ પંડયા,સીવલાલ હપાણી, રાજુ જાલાવાડિયા,મયુર કોઠારી,મહેશ સોહલીયા, સની માલાવીયા, ભાવિન આકોળિયા ડી. વિપુલ પટોળીયા,મહેશ નાકરાણી,રાજુ સુખડીયા,નિકુંજ માગરોળિયા,કૌશિક હપાણી, મનસુખભાઇ સુખડીયા,લાલો રાદિડયા, જીગ્નેશ કાથીરિયા, તૃપેશ લાખાણી, હાદિક દુઘાત,કલ્પેશ પોકળ, મધુભાઈ પદમાંણી, દકા ભાઈ સાવિલયા,ગિરીશ ત્રાપિસયા,કપેશ ધાનાણી,વિજય જોગાણી,ચેતન સાવિલયા, ભુપત ધાનાણી, સંજય સાવિલયાએ પણ આખી રાત શ્રમયજ્ઞ કરી પોતાનું યગોગદાન આપ્યું હતું.