ધરણાં પ્રદર્શન માટે સાર્વજનિક સ્થળોને ઘેરવા ગેરકાયદૃે: સુપ્રિમ

  • શાહીન બાગ વિરોધ પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
  • બંધારણ વિરોધનો અધિકાર આપે છે, પરંતુ તે કર્તવ્યો સાથે જોડાયેલો રહેવો જોઇએ,આવવા-જવાનો અધિકાર જરૂરી, આંદોલનો માટે ચોક્કસ સ્થળો નક્કી હોવાં જોઇએ

સુપ્રીમ કોર્ટે બુધવારે શાહીન બાગ વિરોધ પ્રદર્શન કેસમાં સુનાવણી કરીને કહૃાુ કે શાહીન બાગ કેસમાં અમે બે સભ્યોની સમિતિ બનાવી હતી જેણે રિપોર્ટ પણ આપ્યો હતો પરંતુ તેમછતાં વિરોધ પ્રદર્શન સતત ચાલુ રહૃાા. આનાથી લોકોને ઘણી મુશ્કેલી થઈ. સુપ્રીમ કોર્ટે કહૃાુ કે સામાન્ય રસ્તાને અનિશ્ર્ચિત કાળ સુધી રોકી ન શકાય, વિરોધ પ્રદર્શનનો અધિકાર માત્ર નિર્દિષ્ટ ક્ષેત્રોમાં જ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે સીએએ અને એનઆરસી માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્લીના શાહીન બાગમાં જોરદાર વિરોધ પ્રદર્શન થયા. દિલ્લી-નોઈડાના રસ્તા પર થયેલ વિરોધ પ્રદર્શનના કારણે મહિનાઓ સુધી રસ્તો બંધ કરવો પડ્યો. જેનાથી સામાન્ય નાગરિકને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ન્યાયાધીશ સંજય કિશન કૌલે કહૃાુ, ’અદાલત કાર્યવાહીની માન્યતાને માને છે અને તેનો અર્થ પ્રશાસને ટેકો આપવાનો નથી. દૂર્ભાગ્યથી પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ રીતે અમારે હસ્તક્ષેપ કરવો પડ્યો. ઉપયુક્ત કાર્યવાહી કરવા માટે પ્રતિવાદી પક્ષોની જવાબદારી પરંતુ આ રીતના કાર્યો માટે યોગ્ય પરિણામ સામે આવવા જોઈએ. બંધારણ વિરોધ કરવાનો અધિકાર આપે છે પરંતુ તેને સમાન ફરજો સાથે જોડવુ જોઈએ. પ્રશાસને કઈ રીતે કામ કરવુ જોઈએ એ તેમની જવાબદારી છે અને પ્રશાસનિક કામોને કરવા માટે અદાલતના આદેશોને છૂપાવવા જોઈએ નહિ. ’
જસ્ટીસ કૌલે આગળ કહૃાુ, વિસ્તારને અતિક્રમણ અને અવરોધોથી મુક્ત કરવા માટે પ્રશાસને કાર્યવાહી કરવી જોઈએ. વિરોધ પ્રદર્શન માટે સાર્વજનિક સ્થળો આ રીતનો કબ્જો સ્વીકાર્ય નથી. આ રીતના વિરોધ પ્રદર્શનને સોશિયલ મીડિયા વધુ ખતરનાક બનાવી દે છે. વિરોધ સ્વરૂપે થરૂ થયેલા આ કાર્યક્રમ આજે યાત્રીઓ માટે અસુવિધાનુ કારણ બની ગયો. સાર્વજનિક સ્થળોએ અનિશ્ર્ચિત કાળ સુધી કબ્જો ન કરી શકાય.
તમને જણાવી દઈએ કે કેસની સુનાવણી જસ્ટીસ સંજય કિશન કૌલની આગેવાનીવાળી બેન્ચ કરી રહી છે. બુધવારે જસ્ટીસ કૌલે કહૃાુ કે વિરોધની પણ એક સીમા હોય છે. સાર્વજનિક સ્થળોને ધરણા પ્રદર્શન માટે ઘેરી શકાય નહિ, કાયદા હેઠળ આ સ્વીકાર્ય નથી. આા પ્રદર્શન લોકો માટે મુશ્કેલીનુ કારણ બને છે. જસ્ટીસ કૌલે કહૃાુ કે મધ્યસ્થીનો પ્રયત્ન પણ શાહીન બાગને ખાલી કરવામાં સફળ ન થયો પરંતુ અમને કોઈ પસ્તાવો નથી. સાર્વજનિક બેઠકો પર પ્રતિબંધ ન લગાવી શકાય પરંતુ તે નિર્દિષ્ટ ક્ષેત્રોમાં હોવુ જોઈએ.