અમરેલી,
બાબરાના ધરાઇમાં મોબાઇલ ટાવર બાબતે કોઇ કાર્યવાહી ન કરવા ઉપસરપંચ દ્વારા લાંચ મંગાતા એસીબીએ છટકુ ગોઠવી ઉપસરપંચને રૂપીયા 1.20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ધરાઇ ગામના જાગૃત નાગરીકે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 માં ફરીયાદ કરી હતી કે પરેશભાઇ ઈશ્વરભાઇ કાપડીયા ઉ.વ. 35 ધંધો ખેતી ઉપસંરપચ ધરાઇ ગ્રામ પંચાયત રહે.ધરાઇ તા.બાબરા જી.અમરેલી એ તેની પાસેથી 3 લાખની લાંચ માંગી હતી કારણકે આ નાગરીકની જગ્યામાં ઇન્ડુસ કંપનીનો ટાવર આવેલ હોય તે જગ્યા ગેરકાયદેસર હોવાની ધરાઇ ગ્રામ પંચાયતે ઇન્ડુસ કંપનીને નોટીસ આપી હતી અને તેના કારણે આ કંપનીએ આ જાગૃત નાગરીક એટલે કે ફરીયાદીને ભાડુ બંધ કરવા માટે પત્ર પાઠવ્યો હતો જેથી ફરીયાદીએ ગ્રામ પંચાયતના વહીવટકર્તા એવા ઉપસરપંચ પરેશ ઇશ્ર્વરભાઇ કાપડીયાને કોઇ કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા ન કરવા વિનંતી કરી હતી અને તેની સામે પરેશે 3 લાખની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૂપીયા 1.20 લાખ માં સેટલમેન્ટ કરાયુ હતુ.એસીબીના ટોલ ફ્રી નંબર 1064 માં પરેશ સામે ફરિયાદ નોંધાવાતા ભાવનગર એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક શ્રી બી.એલ. દેસાઇના માર્ગદર્શનમાં બોટાદ એસીબી પીઆઇ શ્રી આર.ડી. સગર દ્વારા છટકુ ગોઠવાયુ હતુ અને ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ચરખા ગામની હોટલ મુરલીધર પાસે ઉપસરપંચ પરેશે લાંચની વાત કરી તે રકમ સ્વીકારતા એસીબીએ તેને રંગે હાથે ઝડપી ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ચકચાર જાગી