ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસે અમેરિકી વિદૃેશમંત્રી માઇક પોમ્પિયોને મળવાની ના પાડી

કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરૂ પોપ ફ્રાન્સીસ એ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝાટકો આપી દીધો. પોપ ફ્રાન્સીસે અમેરિકન ચૂંટણીઓનો હવાલો આપતા અમેરિકન વિદૃેશ મંત્રી માઇક પોમ્પિયોને મળવાની ના પાડી દીધી. વેટિકન એ એક નિવેદનમાં કહૃાું કે અમેરિકામાં અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને ચૂંટણી પ્રક્રિયામાં પોપ કોઇ નેતાની મુલાકાત કરતા નથી પછી તે કોઇપણ દૃેશના કેમ ના હોય.
મીડિયા રિપોર્ટસના મતે પોપ ફ્રાન્સીસ ઇચ્છતા નથી કે તેમની મુલાકાત કે પછી વેટિકનના નામનો ઉપયોગ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કરાય. પોપ આની પહેલાં અમેરિકામાં અશ્ર્વેત નાગરિકોના પ્રત્યે વધી રહેલી હિંસાની ઘટનાઓ પ્રત્યે નારાજગી વ્યકત કરી ચૂકયા છે. એવું પણ માનવામાં આવી રહૃાું છે કે પોપને મળીને પોમ્પિયો ચીનની વિરૂદ્ધ નિવેદનબાજી કરવાનો પ્લાન બનાવીને વેટિકન ગયા હતા તેનો ખ્યાલ પોપ ફ્રાંસીસને પહેલાં જ ખબર પડી ગઇ હતી.
આપને જણાવી દઇએ કે પોમ્પિયો ચાર દૃેશોના પ્રવાસની અંતર્ગત વેટિકન સિટી પહોંચ્યા હતા. અહીં પહોંચતા પહેલાં તેમણે કહૃાું હતું કે ચીનમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઇ રહૃાું છે. ત્યાં બાકી લોકોની સાથે ખ્રિસ્તીઓને પણ પરેશાન કરાઇ રહૃાા છે. એક રિપોર્ટ અનુસાર વેટિકનના ઓફિસર અને પોપને આવી નિવેદનબાજીમાં ઘસેડી જવાના ઇરાદૃાને માપી લીધુ હતું. આથી જ જ્યારે પોમ્પિયો એ પોપ ફ્રાન્સીસને મળવાનું કહૃાું તો વેટિકનને તેમને મળવાની ના પાડી દીધી. ટ્રમ્પ પર પહેલાં જ કટ્ટરવાદી ઇસાઇ સંગઠનોને પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂકી રહૃાા છે જે નસ્લવાદના પણ સમર્થક મનાય છે.