ધર્મેન્દ્રનાં ઘરમાં સ્ટાફનાં ૩ લોકો થયા કોરોના સંક્રમિત

કોરોના વાયરસનાં કેસ ફરી તેજીથી વધી રહૃાાં છે. સતત વધતા કેસને કારણે ન ફક્ત લોકો પણ સરકાર પણ પરેશાન છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર આમિર ખાનનાં પોઝિટિવ હોવાની ખબર સામે આવી હતી હવે તે બાદ ધર્મેન્દ્રનાં ઘરમાં કોરોનાએ દસ્તક લઇ લીધી છે. તેમનાં ઘરનાં ત્રણ સ્ટાફ કોવિડ ૧૯ પોઝિટિવ આવ્યાં છે.

તમામ પોઝિટિવ કર્મચારીઓ ક્વૉરન્ટીન છે. અને ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. ધર્મેન્દ્રનો પરિવાર કોરોનાની તમામ સાવધાની વર્તી રહૃાા છે. ધર્મેન્દ્ર ગત કેટલાંક મહીનાએ તેમનાં લોનાવાલા સ્થિત ફાર્મહાઉસ પર રહી રહૃાાં હતા પણ હાલમાં તે મુંબઇમાં છે.

આ અંગે ધર્મેન્દ્રએ કહૃાું, ’મે મારી વેક્સીન લગાવી દીધી છે. હું ઠીક છું. જોકે મે મારો કોરોના ટેસ્ટ ફરીથી કરાવ્યો છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે. ધર્મેન્દ્ર હાલમાંજ કોરોનાનો વેક્સીન ડોઝ લીધો હતો. આ સમયે તેમણે લોકો કોરોનાની ડોઝ લગાવવા અને નિયમોનું પાલન કરવાં અપીલ કરી હતી.’

ધર્મેન્દ્ર આજકાલ સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. તેઓ તેમની દિૃવસ ભરની અપડેટ્સ આપતાં રહે છે અને લોકો પણ તેને ખુબ પસંદ કરતાં હોય છે. આમિર ખાન પણ હાલમાં કોરોના પોઝિટિ આવ્યો છે. આ પહેલાં રણબીર કપૂર, કાર્તિક આર્યન અને મનોજ બાજપેયી જેવાં સ્ટાર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.