ધવન,પંત અને રોહિત શર્માએ બાળકો સાથે મસ્તી કરી: શેર કર્યો ફની વીડિયો

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડને ૩-૧થી હરાવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે ૧૮થી ૨૨ જૂન સુધીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશીપના ટાઇટલ માટે જંગ જામશે. અત્યારે તો ભારતીય ખેલાડીઓ મેચનો તણાવ દૂર કરવા પરિવારથી દૂર એક બીજા સાથે મસ્તી કરી રહૃાા છે. હકીકતમાં ગયા વર્ષે ઓગસ્ટથી જ ભારતીય ખેલાડીઓ આઈપીએલના કારણે બાયો બબલમાં છે.

આઈપીએલ પુરી થયા બાદ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયા હતા અને ત્યાંથી પાછા ફર્યા બાદ ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં વ્યસ્ત થઈ ગયા હતા. બંને વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ પુરી થઈ ગઈ છે. હવે બંનેએ પાંચ ટી-૨૦ અને ત્રણ વનડે મેચની શ્રેણી રમવાની છે. આ પછી ભારતીય ખેલાડીઓ ૯ એપ્રિલથી શરૂ થનારી આઈપીએલમાં ફરી વ્યસ્ત થઈ જશે. આ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તણાવ દૂર કરવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત, ઓપિંનગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન, કુલદીપ યાદવ બાળકો બની છે.

ધવને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ તમામ ખેલાડીઓ ચિલ્ડ્રન ઝોનમાં રમતા અને મસ્તી કરતા જોવા મળે છે. કુલદીપ બાળકો માટે સાયકલ ચલાવતો નજરે પડે છે. વીડિયો શેર કરતી વખતે ધવને લખ્યું કે, ભલે ગમે તેટલા મોટો થઈ જઈએ પણ બાળપણ જતું નથી. જીવનમાં કામ તો જરૂરી છે જ, પણ હળવા રહેવા માટે મસ્તી પણ જરૂરી છે. કુલદીપ યાદવ તેની પહેલી રાઈડ શીખી રહૃાો છે.