ધાતરવડી ડેમ-1 બાણું ટકા ભરાયો

  • રાજુલા પંથકનો જીવાદોરી સમાન, ગમે ત્યારે ડેમ થશે ઓવરફ્લો
  • તંત્ર દ્વારા અપાયુ એલર્ટ, હેઠવાસનાં ગામોને સાવચેત કરાયાં

રાજુલા જાફરાબાદ શહેર માટે જીવાદોરી સમાન ધાતરવડી ડેમ 1 મા સતત ધીમીધારે પડેલા વરસાદ ના કારણે હવે ઓવરફ્લો થવા ની તૈયારી થય રહી છે જોકે અહીં 5 દિવસ થી સતત વરસાદ પડી રહ્યો છે તો ઉપરવાસ ના કારણે પણ અહીં પાણી ભરપૂર આવ્યુ છે હાલ મા તો આ ડેમ 92% ઉપર પાણી ની આવક થઈ છે જેના કારણે તંત્ર દ્વારા એલર્ટ આપી દેવાયુ છે જેમા ઓવરફ્લો થાય તો સૌવ થી પહેલા નજીક ના ગામો ધારેશ્વર, જૂની નવી માંડરડી,જાપોદર જેવા આસપાસ ના ગામો ને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે સાથે સાથે હવે ગણતરી ની કલાકો મા ગમે ત્યારે ઓવરફ્લો થવા ની તૈયારી છે જેના કારણે આસપાસ ના લોકો અને શહેરીજનો મા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે ડેમ ભરાયા ના ધારાસભ્ય અંબરીશ ડેર ને સમાચાર મળતા ધારાસભ્ય અંબરીશ ડેર,હિતેષભાઈ જોશી,જયદીપભાઈ સહિત કેટલાક યુવાનો એ ધાતરવડી ડેમ ની મુલાકાત લીધી હતી ધારાસભ્ય અંબરીશ ડેર એ જણાવ્યુ કુદરત ની કૃપા થી આ ડેમ આખો ભરાઈ ગયો છે જેથી આ વિસ્તાર ના ખેડૂતો પણ ખુશ ખુશાલ છે