ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો : અડધો ફૂટ દરવાજો ખોલ્યો

  • પાણીની આવક વધતા વહેલી સવારે થયો ઓવરફ્લો તંત્રની ડેમ પર સતત નજર
  • ડેમ છલોછલ થતા સમગ્ર પંથકમાં ખુશી આસપાસના ગામોની ખેતી પણ વધુ મજબૂત બનશે

રાજુલા,
અમરેલી જિલ્લા માં રાજુલા જાફરાબાદ પંથક માં શહેર અને ગ્રામ્ય વિસ્તાર વરસાદ સારો પડ્યો છે ચોમાસા ની શરૂઆત પહેલા થી અહીં વરસાદ સતત વરસતો હતો જયારે હાલ માં મોટાભાગે ગ્રામ્ય વિસ્તાર ના નદી નાળા ચેકડેમો તળાવો ભરપૂર પાણી થી ભરેલા છલોછલ છે અને ધીમી ધારે વરસાદ સૌવ થી વધુ આ વિસ્તાર માં પડ્યો છે.
સતત ટપક પદ્ધતિ થી વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ આ પ્રકાર નો વરસાદ જોવા મળ્યો હતો પ્રથમ રાજુલા તાલુકા ના ધારેશ્વર નજીક આવેલ ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થયો હતો જેનાથી અહીં આસપાસ ના 13 ગામો ને સીધો ફાયદો થયો છે સાથે રાજુલા વાસી ઓ પણ આ પાણી પીવે છે ત્યરે શહેર ના લોકો ને પણ ઘણા અંશે પાણી થી ખુબ મોટો ફાયદો થયો હતો તેવા સમયે ધાતરવડી ડેમ 2 રાજુલા બાયપાસ માં આવેલો તે 1 ફૂટ બાકી હતો વહેલી સવારે ઉપરવાસ માં પાણી આવતા તે પણ છલોછલ ભરાય ગયો છે ઉપરાંત ઓવરફ્લો થતા ચિંચાય વિભાગ ના અધિકારી ઓ અહીં 24 કલાક નજર રાખતા હતા વહેલી સવારે 1 દરવાજો અડધો ફૂટ ખોલવા ની ફરજ પડી હતી.
ત્યારે આ ડેમ ભરાતા અહીં આસપાસ 9 ગામો ને એલર્ટ કર્યા હતા ડેમ નજીક આવેલ ખાખબાઈ, હિંડોરણા , છતડીયા, વડ, ભચાદર, રામપરા, ઉછેયા જેવા ગામો ના સરપંચો ને તાકીદે એલર્ટ કર્યા હતા અને હતા નદી કાંઠા વિસ્તાર માં અવર જ્વર ન કરવા માટે સૂચના ઓ આપી દેવાય હતી અડધો ફૂટ દરવાજો જ્યાં સુધી પાણી ની અવાક રહેશે ત્યાં સુધી ખુલો રહેશે જયારે ધાતરવડી ડેમ 2 આજે છલોછલ ફરતા લોકો માં અને આસપાસ ના ખેડૂતો માં ભારે હર્ષ ની લાગણી જોવા મળી હતી અહીં આસપાસ ની ખેતી પણ ખુબ મુજબૂત થશે તેવું ખેડૂતો માની રહ્યા છે ત્યારે આવતા દિવસો માં ધોધમાર વરસાદ હજુ પણ આવશે તો વધુ દરવાજા ખોલવા ની ફરજ પડશે જયારે હાલ માં ચિંચાઈ વિભાગ ના અધિકારી ઓ ડેમો છલોછલ ભરાતા સતત નજર રાખી રહ્યં છે.