ધાતરવડી સિંચાઈના નિવૃત અધિકારી પાસે રુ. 67.33 લાખ બેનામી સંપત્તિ

  • 71.44 લાખની આવક સામે 1.38 કરોડનો ખર્ચ : 97.71 ટકાથી વધું
  • એસીબી ટીમ દ્વારા તેના બેંક ખાતાના વ્યવહારોની ચકાસણી કરવામાં આવી
  • રૂા.61.11 લાખ સ્થાવર અને જંગમ મિલકતોની ખરીદી કરવામાં આવેલી
  • આશ્રીતોના ખાતાઓમાં પણ રકમ મળી આવતા પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

અમરેલી,રાજુલાની ધાતરવડી સિંચાઈ યોજનાના નિવૃત્ત અધિકારીની રુ. 67.33 લાખની બેનામી સંપત્તિ મળી આવતા અમરેલી એસીબી દ્વારા ગુનો નોંધાયો છે. જિલ્લામાં વધું એક નિવૃત્ત અધિકારી એસીબીની ઝપટે ચડ્યાં છે.
આ અંગે ની વિગતો આપતા અમરેલી એસીબીના પી.આઈ. રમેશભાઈ દવેએ જણાવ્યું કે, રાજુલા તાલુકામાં ધાતરવડી સિંચાઈ યોજનાના અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા અને હાલમાં નિવૃત્ત થયેલા અધિકારી કાળુભાઈ શાર્દૃુળભાઈ રામ પાસે અપ્રમાણસર મિલકત હોવાની અમરેલી એસીબીની મળેલી ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. આરોપીની કાયદૃેસરની આવક રુ. 71 લાખ 44 હજર પ16 હતી અને તેની સામે તેના દ્વારા રુ. 1 કરોડ 38 લાખ 78 હજાર ર91નો ખર્ચ અને રોકાણ કરાવમાં આવ્યું હતું.
તો તેમની આવક કરતા 97.71% વધું છે. એસીબી દ્વારા તેના બેન્ક ખાતાના વ્યવહારોની પણ ચકાસણી કરાવમાં આવી હતી જેમાં પોતાના અને આશ્રિતોના ખાતામાં મળીને રુ. રર લાખની રકમ જમા કરાવવામાં આવી હતી. 61.11 લાખ સ્થાવર અને જંગમ મિલકતોની ખરીદી પેટે વાપરવામાં આવ્યાં હતાં. ખાતામાં 70 લાખ ઉપરાંતની રકમ હતી. આરોપીની સામે અમરેલી એસીબી દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.