ધાતરવડી – 1 ડેમમાંથી કેનાલમાં પાણી છોડવા ધારાસભ્યને રજૂઆત

રાજુલા,

રાજુલાના તેમજ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રમેશભાઈ વસોયા દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે ધાતરવડી એક ડેમમાથી હાલ ઓવરફ્લો શરૂ હોય જે પાણી દરિયામાં જતું રહે છે તેમજ હાલ વરસાદની ખેંચ હોવાથી આ પાણી કેનાળમાં છોડવામાં આવે તો ખેડૂતોને કપાસ મગફળી વગેરે પાકોને પાણી મળી રહે અને પાકને હાલ પાણીની જરૂરિયાત હોય જેથી પિયત માટે પાણી છોડવામાં આવે તેવી રમેશભાઈ દ્વારા ધારાસભ્ય હીરાભાઈને પત્ર પાઠવી રજૂઆત કરી.