ધાતરવાડી-1 ડેમની મુલાકાતે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા

રાજુલા,
જેની હેઠવાસમાં 17થી વધારે ગામો આવે છે અને રાજુલા તથા જાફરાબાદ જેનું પાણી પીવે છે તેવા ભાક્ષીના ધાતરવાડી -1 ડેમ ના દરવાજા નજીક થતા બ્લાસ્ટીંગના કારણે મોટુ જોખમ હોવાની રજુઆતો સરકારમાં કરાઇ હતી અને તા. 7-4-2022ના અવધ ટાઇમ્સમાં પણ તે અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો આ મામલે અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા રાજુલા જાફરાબાદ વિસ્તારની મુલાકાત કરવામાં આવી છે જેમા 4 જેટલા ગામડામા રૂબરૂ મુલાકાત કરવામાં આવી છે તેમણે આ ડેમની સ્થિતિ જાણી હતી. જેમાં રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ક્વોરી લિઝ ધાતરવડી ડેમ 1 ની બરાબર બાજુમાં હોવાને કારણે અહીં વાંરવાર ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગના કારણે અહીં ડેમને સુધી અસર થઈ રહી છે જેના કારણે અગાવ સીંચાઈ વિભાગ દ્વારા પણ સરકાર સુધી લેખિત રજુઆત કરાય હતી જેના કારણે છેલ્લા કેટલાય સમયથી આ ધાતરવડી ડેમ 1 ઉપર મોટું જોખમ જોવા મળી રહ્યું છે અગાવ આ ક્વોરી ઓ બંધ કરવા માટે પણ રજૂઆતો કરાય હતી જે સંદર્ભે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા સ્થળ વિજીટ કરવામાં આવી છે જેમાં ક્યાં લિઝ એરિયા છે ધાતરવડી ડેમ નું કેટલું અંતર છે આ પ્રકારની રૂબરૂ માહિતી મેળવી હતી જ્યારે આવતા દિવસોમાં આ લિઝ સરકાર દ્વારા રદ કરવા સુધીની કાર્યવાહી થાય તો નવાઇ નહી.આ ક્વોરી લિઝ રાજુલા પંથકની સૌથી મોટી લિઝ છે અહીંથી મસમોટા પથરો બ્લાસ્ટિંગ કરી આસપાસના ઉધોગ કંપનીઓમાં લઈ જવાય છે જેના કારણે અહીં સતત ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે જેના કારણે ધાતરવડી ડેમને નુકસાન થઇ રહ્યું છે જેના કારણે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ઉપરાંત રાજુલા શહેરના ખાતે વિશ્રામગૃહ નું કામ ચાલી રહ્યું છે તેની સમીક્ષા કરી હતી અને રાજુલાના કોટડી ગામ તથા બલાણા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તલાટી દફ્તરીની ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ જાફરાબાદના સાકરીયા ગામની પણ મુલાકાત લીધી હતી.