ધારગણીમાં કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ આવ્યો

  • કોરોનાના કહેરે દોડતા કરી દીધા
  • ધારી તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 10 કેસ નોંધાયા

ધારી,
ધારી તાલુકાનાં ધારગણી ગામમાં 1 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો. ધારગણી ગામનાં 60 વર્ષીય પુરૂષ ને સંક્રમિત થયેલ કોરોના ના કેસ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન સહીત ની તજબીજ હાથ ધરી ધારી તાલુકાનાં ધારગણી ગામે કોરોનાં નો કેસ પોઝીટીવ આવતા સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન સહિતની તજવીજ હાથ ધરી હતી. તેમાં આરોગ્ય વિભાગનાં જીલ્લા કક્ષાનાં અધિકારીઓ ડો. જયેશ પટેલ અને ડો. ભાટી દ્વારા સ્થળ મુલાકાત લઈને પરીસ્થિતીની સમીક્ષા કરી હતી. પ્રાંત ઓફિસર શ્રી જણકાટ, મામલતદાર, શ્રી ઝાલા, ચલાલાનાં પી.એસ. આઈ, લકકડ તેમજ આરોગ્ય ખાતાનાં ડો. વરૂણ દેવમુમારી,ડો. હિરલ સરવૈયા, એમ.યુ.ડોબરીયા, સુરેશ કાકડીયા, કિશોર વાડદોરીયા, નયના હડીયા તેમજ કિશોરભાઈ વાળા, એલ.પી. દવે તેમજ ધારગણી નાં આગેવાનોએ હાજર રહીને એરીયા કન્ટેન્મેન્ટ ઝોન કરવામાં આવેલ છે. દવાનો છંટકાવ કરી સઘન કાર્યવાહી હાથ કરેલ છે અત્રે ઉલ્લેખનયી છે કે રવિવારે ધારગણીમાં 10 કેસોની ગેર સમજ થયેલી પણ હકીકતમાં અત્યાર સુધીમાં ધારગણીમાં પ્રથમ કેસ જ નોંધાયાનું જાણવા મળ્યુ છે.