ધારીનાં અપહરણ તથા પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો

  • છેલ્લા એક વર્ષથી આરોપી નાસતો ફરતો હતો આખરે સ્પેશ્યલ સ્ક્વોર્ડે ઝડપી લીધો 

વીજપડી,
ધારી પો.સ્ટે. ફ.ગુ.રજી નં.51/2019 IPC કલમ- 363,366 તથા પોકસો કલમ.18 વિ. મુજબના કામે અપહરણના ગુન્હામાં છેલ્લાં એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે શોધી કાઢેલ. આ કામે ફરીયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાના બદ ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી આરોપીજગદીશ ઉર્ફે જગો પ્રેમજીભાઇ બારૈયા (કોળી) ઉ.વ.-21એ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ.તા.20/08/2020 ના રોજ મળી આવતાં ઘટતી કાર્યવાહી કરવા ધારી પો.સ્ટે. ને સોંપવા તજવીજ કરેલ.