ધારીનાં ખોડીયાર ડેમનાં નીર અમરેલી આવ્યાં પણ વિતરણ મહિના પછી થશે

  • ધારીથી પાણી છોડીને ટેસ્ટીંગની કામગીરીમાં પણ સફળતા મળી : તારવાડી વોટર વર્કસ ખાતે પાણી પહોંચ્યું

અમરેલી
અમરેલીની વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે અત્યાંત મહત્વકાંક્ષી યોજના હેઠળ ધારીના ખોડિયાર ડેમમાંથી અમરેલી શહેરને પીવાનું પાણી આપવા માટેની બહુચર્ચિત યોજના અનેક અડચણો બાદ સફળ થઈ છે અને ડેમમાંથી પાણી અમરેલી આવી પહોચ્યું છે.
આ અંગ્ો અમરેલી નગરપાલિકા દ્વારા કલેક્ટરને વિધિવત રીતે મોકલવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, અમરેલી નગરપાલિકા દ્વારા ધારીના ખોડિયાર ડેમમાંથી અમરેલી શહેરને પીવાનું પાણી આપવા માટે તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ધારીથી પાણી છોડીને ટેસ્ટીંગની કામગીરી ચાલી રહી હતી તે સફળ રહી છે અને ગઈ કાલે રાત્રે સફળતાપુર્વક ખોડિયાર ડેમમાંથી અમરેલીમાં તારવાડીમાં આવેલા વોટર વર્કસ ખાતે પાણી પહોચી ગયું હતું.આ અંગ્ો અમરેલી નગરપાલિકાના સિનિયર ઈજનેર હસમુખભાઈ ખોરાસીયાએ કહૃાું કે, હા ધારીથી અમરેલી સુધી પાણી આવી ગયું છે પણ હાલમાં અમરેલી જિલ્લામાં ચૂંટણીની જાહેરાત થઈ હોવાથી આદર્શ આચારસંહિતાનું પાલન કરવામાં આવશે અને ચૂટણી બાદ જ લોકોને તેનો લાભ આપવામાં આવશે. ધારીના ખોડિયાર ડેમમાંથી અમરેલી શહેરને રોજ 10 એમએલડી પાણી મળતું થશે અને તેના કારણે ચૂંટણી પછી અમરેલી શહેરમાં પહેલા એકાંતરા અને તે પછી રોજ પીવાના પાણીનું વિતરણ કરી શકાશે. પાલિકાનો લક્ષ્યાંક રોજ પાણીનું વિતરણ કરવાનો છે. હાલમાં આચારસંહિતાના કારણે તેની અમલવારી કરવામાં આવનાર નથી.
ર4 કરોડની યોજનામાં ધારીથી અમરેલી સુધી 400એમએમની જાડાઈની 4ર કિમીની પાઈપલાઈન બિછાવવામાં આવી છે. અગાઉ અનેક અડચણોના કારણે વર્ષો સુધી આ યોજના ટલ્લે ચડ્યા બાદ અંતે અમરેલી સુધી ખોડિયાર ડેમના નીર પહોચી જતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.અમરેલી શહેરની દોઢ લાખની વસતીને રોજ પીવાનું પાણી આપી શકાય એ માટે રોજના 16 એમએલડી પાણીની જરુરિયાત છે. હાલમાં અમરેલીના ઠેબી ડેમમાંથી રોજ 6 એમએલડી પાણી મળે છે. 7 એમએલડી જેટલું પાણી મહી યોજનામાંથી મળે છે અને હવે ધારીના ખોડિયાર ડેમમાંથી રોજનું 10 એમએલડી પાણી મળશે. તેથી રોજનું રપ એમએલડી પાણી મળી શકશે. આથી અમરેલીના લોકોને રોજ પાણી આપી શકાય તેમ છે.
અમરેલીમાં ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાથી જ ધારીના ખોડિયાર ડેમમાંથી અમરેલી શહેરને પીવાનું પાણી આપવા માટે અંતીમ તબાનું ટેસ્ટીંગ ચાલતું હતું. પાણી અમરેલી સુધી આવી ગયા બાદ અચાનક જ પાઈપમાં ધડાકો થયો હતો અને રિપેરીંગ શરુ થયું હતું. વચ્ચે બ્ો દિવસની રજા હતી અને આ દરમિયાન ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. જેથી પાણીના વધામણા કરીને તેનો રાજકીય યશ ખાટવા માટે આતુર નેતાઓને આચારસંહિતા નડી ગઈ છે. હાલમાં ચૂંટણી સુધી આ યોજનાનો અમલ પણ થશે નહીં.
અમરેલીમાં હાલમાં ઠેબી ડેમમાં પૂરતું પાણી છે. આ ઉપરાંત વરુડી વોટર વર્કસ, પોમલીપાટ, 7 એમએલડી મહીનું પાણી અને 10 એમએલડી ધારીના ખોડીયાર ડેમનું પાણી પણ શરુ થઈ જતા અમરેલી શહેરની પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે અને લોકોને રોજ પીવાનું પાણી આપી શકાય તેમ છે. હાલમાં અમરેલીમાં દર ત્રણ દિવસ્ો પાણીનું વિતરણ થાય છે. આચારસંહિતાના કારણે હજુ પણ ચૂંટણી સુધી ત્રણ દિવસ્ો જ પાણી મળશે.