અમરેલી,
ધારી પોલીસ ટીમ ધારી પો.સ્ટે. વિસ્તારમાં માં ના.રા.પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, ગોવીંદપુર ગામની સીમમાં આવેલ ધોકાધાર નામથી ઓળખાતા સીમ વિસ્તારમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂના જથ્થાનુ પરીવહન થતુ હોય તેવી ચોકકસ બાતમી આધારે ધારી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.સી.સાકરીયા સા.ના સીધા માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્ટે.ની ટીમ બાતમી વાળી જગ્યાએ ત્રાટકી પ્રોહી મુદામાલ સગેવગે થાય તે પહેલા જ આરોપીઓના વાહનમાં રાખેલ ભારતીય બનાવટનો ગ1/1. વિદેશી દારૂ જુદી-જુદી બ્રાન્ડની બોટલો સાથે આરોપી હીમતભાઇ સુખાભાઇ રાણાવડીયા, શબીર ઉર્ફે સબુ આમનભાઇ નાયાને પકડી પાડી તેના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.