ડાભાળી,
ધારીનાં જીરા ડાભાળી ગામની સીમમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકીને દિપડાએ ફાડી ખાધાનો બનાવ બનેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ધારીનાં જીરા ડાભળી ગામની સીમમાં રસીકભાઇ બાંભરોલીયાની વાડીએ મધ્યપ્રદેશનાં મજુરો મજુરી કામ માટે આવ્યા હતા અને વાડીએ જ રાત્રી રોકાણ કરતા મજુરી કામ કરવા આવેલ રાત્રીનાં ત્રણ વાગ્યા આસપાસ દિપડો આવી ચડતા એક વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો સાથે પોલીસ તંત્ર પણ દોડી આવ્યુ હતુ અને તત્કાલ દિપડાને પકડી પાડવા વન વિભાગે પાંજરા મુકી તજવીજ હાથ ધરી