ધારીનાં દલખાણીયામાં પ્રૌઢ ઉપર કુહાડી વડે હુમલો કરી હત્યા કરી

અમરેલી,
ધારી તાલુકાનાં દલખાણીયા ગામે રહેતા વિનુભાઇ સવજીભાઇ ખાખડીયા ઉ.વ.50 પોતાના ઘરે કાગળ બાંધવાની દોરી લઇ પરત આવતા હતા ત્યારે આરોપી કમલેશ નાનજીભાઇ દાફડા સામો મળેલ અને વિનુભાઇ પાસે ઉછીના પૈસા માંગતા પૈસા આપવાની ના પાડતા સારૂ નહીં લાગતા ઉશ્કેરાઇ કુહાડી વડે વિનુભાઇને માથામાં અને ખંભાના ભાગે જીવલેણ ઘા મારતા સારવાર માટે 108 દ્વારા ધારી દવાખાન ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ પામ્યાનું કેવલભાઇ ધીરૂભાઇ દેલવાડીયાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ખુનનો ગુનો નોંધી આ બનાવની તપાસ પીઆઇ જે.પી.ગઢવી ચલાવી રહ્યાં છે.ખુનનો બનાવ બનતા એસપી શ્રી હિમકરસિંહ ઘટના સ્થળે દોડી ગયા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર હુમલાખોરને પણ ઇજા થતા સારવારમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.