ધારીના કેરાળા કમી ગામે પ્રૌઢની હત્યા

અમરેલી,
ધારી તાલુકાના કેરાળા કમી ગામે રહેતા તેજાભાઇ રામભાઇ સાગઠીયાના દિકરા લવજીભાઇએ હસમુખ તેજાભાઇ રાઠોડના દિકરાનુ ભાર રીક્ષા ભટકાવી અકસ્માત કરી ખુન કરેલ હોય.જે અંગેની ચલાલા પોલીસ મથકમા ફરિયાદ દાખલ થયેલ હોય.જે બનાવનો ખાર રાખી તેજાભાઇ રામભાઇ સાગઠીયા ઉ.વ.50ને હસમુખ તેજાભાઇ,ઉકા તેજાભાઇ,વીનુ જગાભાઇ રાઠોડે લોખંડના ખરપીયા વડે માથામા,જમણા ગાલે તથા પગમા ગંભીર ઇજા કરી મોત નીપજાવી આ બનાવમા ભરતભાઇ પ્રવિણભાઇ સાગઠીયા ઉ.વ.30 તેમના મોટા બાપુ મરણજનારને બચાવવા જતા તેમને પણ ઉકા તેમજ વિનુ રાઠોડે ખરપીયા વડે બન્ને હાથમા ઇજા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મોટા બાપુનુ મોત નીપજાવ્યાની ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.એસ.આઇ કે.એલ.ગળચર ચલાવી રહયા છે.