અમરેલી,
ધારી તાલુકાના છતડીયા ગામે ઉર્વશી નામની કરીયાણાની દુકાનમાં તા.1-8 ના રાત્રીથી 2-8 દરમીયાન કોઈપણ સમયે ઈલેકટ્રીક શોર્ટશર્કિટ થવાથી આગ લાગતા દુકાનમાં રાખેલ તેલના ડબા 29 રૂ.33,000 , ખાંડના 50 કિલાના પાંચ કટ્ટા રૂ.10,000, બાજરાના 30 કિલોના 10 કટ્ટા રૂ.7500, ઘઉના 30 કિલોના 10 કટ્ટા રૂ.7500, ચણાના લોટના 500 તથા કીલોના પેકેટ 30 કિલોના રૂ.4500, ઠંડાપીણાના ફ્રીજ નંગ 4 તેમજ ઠંડાપીણાની બોટલો સહિત રૂ.1,40,000, દુકાનમાં રાખેલ પાનબીડી તથા તમાકું પેકેટ, બાલાજી વેફરના નાસ્તાના પેકેટ તથા અન્ય નાસ્તાના ચીજ વસ્તુઓ રૂ.15,000 મળી કુલ રૂ.2,17,500 આગ લાગવાથી બળી જતા નુકશાન થયાનું મુકેશભાઈ કાળુભાઈ માંડવીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.