ધારીના જરપરામાં મધમાખીઓ ત્રાટકતા 5 ઘાયલ : 2 ગંભીર

  • શ્રમિકો ઘઉં વાઢવાના મજુરી કામે સીમમાં જતા હતા અને 
  • મધમાખીઓના ડંખથી ઘવાયેલા શ્રમિક પતી પત્નીની હાલત ગંભીર હોવાથી ધારીના સામુહીક આરોગ્ય કેન્દ્વમાં સારવાર માટે ઘવાયેલાઓને દાખલ કર્યા 

અમરેલી, ધારીના ઝરપરા ગામે ખેતરમાં શ્રમિકો ઘઉં વાઢવાની કામગીરી કરવા માટે જતા હતા ત્યારે અચાનક જ મધમાખીઓનું ઝૂંડ ત્રાટકતા નાસભાગ મચી ગઈ હતી. બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તે પતિ-પત્નીને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અમરેલીમાં જિલ્લામાં માતબર પ્રમાણમાં ઘઉંનું વાવેતર થયું છે અને હાલમાં ઘઉં વાઢવાની કામગીરી ચાલી રહી છે. વધુ વિગતો આપતા ધારીના ઝરપરાના ધનજીભાઈ સોલંકીએ કહૃાું કે, આ જ રીતે ધારીના ઝરપરા ગામે આજે સવારના સમયે શ્રમિકો ઘઉં વાઢવાની કામગીરી માટે ખેતરમાં જતા હતા ત્યારે અચાનક જ મધમાખીઓનું ઝૂંડ તેમના પર ત્રાટક્યું હતું અને શ્રમિકોને ડંખ માર્યા હતા. શ્રમિકોએ બચાવ માટેના પ્રયત્નો કર્યા હતા પણ મધમાખીઓનું જૂંડ પાછળ પડ્યું હતું જેના કારણે ખળભળાટ મચી ગયો હતો અને ચીસો ગૂંજી ઊઠી હતી. કુલ પાંચ શ્રમિકોને મધમાખીઓએ ડંખ માર્યા હતા. આ પૈકી બે શ્રમિકો જેઠાભાઈ સોલંકી અને પાસુબેન ખોડાભાઈ સોલંકીની હાલત ગંભીર બની હતી અને તેમને લોહીની ઊલટી શરુ થતા તાત્કાલીક 108ને જાણ કરવામાં આવી હતી તેમને સારવાર માટે ધારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બન્ને પતિ-પત્ની છે. જ્યારે અન્ય લોકોને પણ મધમાખીઓએ ડંખ માર્યા હતા પણ કોઈ ગંભીર અસર થઈ નથી. ઘટનાના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ વિસ્તારમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે વન વિભાગ દ્વારા આવા ઝેરી મધમાખીના ઝૂંડ દૂર કરવા માગણી ઊઠી છે.