ધારીના ઝર ગામે એક કલાકમાં હત્યાનાં આરોપીને ઝડપી પાડયો

અમરેલી,
ધારી તાલુકાના ઝર ગામે મદિનાબેન ઉર્ફે મુમતાઝબેન ઉર્ફે મુનીબેનને તેનો પતિ યુનુસ ઉર્ફે ભકો ગોદભાઈ લલીયા અવાર નવાર માનસિક અને શારીરીક ત્રાસ આપી મારકુટ કરતો હોય. જેથી અવાર નવાર તેના પિયરમાં રીસામણે જતા રહેતા હોય અને આ ત્રાસથી પતિ વિરુધ્ધ અમરેલી કોર્ટમાં ભરણ પોષણનો કેસ કરેલ હોય. બાદ જ્ઞાતિના આગોવાનોની મધ્યસ્થિથિ સમાધાન કરી કોર્ટમાં કેસ પાછો ખેંચેલ અને ત્યારબાદ પતિ તેની પત્નિને ઘરે લઈ ગયેલ .અને છેલ્લા 13 માસથી પતિ દ્વારા શારીરીક અને માનસિક ત્રાસ અપાતો હોય અને આ દરમ્યાન સંતાનમાં એક દિકરો થયેલ જેથી તેનું ઘર સાચવી રાખવા પોતે દુ:ખ ત્રાસ સહન કરતા હોય તા. 1-10 ના સવારના 11:15 કલાકે પતિએ ઝગડો કરી મારકુટ કરી મદિનાબેનને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે કુહાડીથી ગંભીર પહોંચાડી હત્યાક રેલ હોય બનાવમાંમદિનાબેનના માતા ચિતલના જસવંત્તગઢના અમીનાબેન જુસબભાઈ રાઠોડે ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલિસે ખુનનો ગુનો નોંધી પી.એસ.આઈ. પી.ડી. ગોહિલે આરોપી પતિ યુનુસ ગોદડભાઈ લલીયાને એક કલાકમાં ઝડપી પાડયો .