ધારીના દલખાણીયામાં વિચિત્ર તાવના વાયરા

હાલના તબક્કે 25 જેટલા દર્દીઓ : 15 દિવસમાં 200 જેટલા કેસ આવ્યાં : લોકોમાં ફફડાટ

દલખાણીયા,ધારીના ગીર કાંઠે આવેલા દલખાણીયા ગામે છેલ્લા 15 દિવસથી વિચિત્ર પ્રકારના રોગચાળાએ ગામને ભરડામાં લીધ્ાુ છે અહીં વિચિત્ર પ્રકારનો તાવ લોકોને આવે છે તાવ આવ્યા પછી દર્દીના શરીરે સોજા ચડી જાય છે હાલના તબક્કે પણ ગામમાં આ પ્રકારના 25 જેટલા દર્દીઓ સારવાર લઇ રહયા છે અને છેલ્લા 15 દિવસથી ઓછામાં ઓછા 200 જેટલા કેસો નોંધાયા છે.