ધારીના દહીડા ગામે મારી નાખવાના ઈરાદે યુવાન ઉપર ફોરવ્હીલ ચડાવી

અમરેલી,

ધારી તાલુકાના દહીડા ગામે મહિપત દેવાયતભાઈ ઘુસાંબા આર્મીમા ફરજ બજાવતા હોય અને હાલ રજા ઉપર હોય અને પોતાના પિતા તથા ઘરના પરીવારના સભ્યો ઘણા વર્ષોથી દહીડા ગ્રામપંચાયતના સરપંચ તરીકે ચુંટાઈ આવતા હોય . અને આ વર્ષે દિલિપભાઈ વિક્રમભાઈ વાળા ઉ.વ. 34 ના કૌટુંબીક ભાઈ અશોકભાઈ હરસુરભાઈ વાળાના પત્નિ સરપંચ તરીકે ચુંટાઈ આવેલ હોય. જેનું મનદુખ રાખી મહીપતે પોતાની મારૂતિ સુઝુકી સ્વીફટ ફોરવ્હીલ જી.જે. 14 બી.એ. 6524 ની મારી નાખવાના ઈરાદે દિલિપભાઈ ઉપર ચડાવી ઢસડીને ફંગોળી દઈ ધમકી આપ્યાની ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ .