ધારીના દેવળાથી ખીચા વચ્ચે કાપેલ ધાર પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતા બેના મોત નિપજ્યાં

અમરેલી,
ધારી તાલુકાના દેવળાથી ખીચા જવાના રસ્તે કાપેલ ધાર પાસે એક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બંને બાઈક ચાલકના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજાવી ટ્રક મુકીને ચાલક નાસી ગયો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ધારી તાલુકાના દેવળાથી ખીચા જવાના રસ્તે કાપેલ ધાર પોસે તા.28/11ના રાત્રિના 8.15 કલાકે એક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક નં જી.જે.05 એચ. એમ.8419 ને ટ્રક નંબર આર.જે.51 જી.એ.1987 ના ચાલકે પુર ઝડપે અને બે ફીકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી ધારી તાલુકાના હીમખીમડી પરાના કાળુભાઈ અબ્દુલ રહેમાનભાઈ બ્લોચ ઉ.વ.65 તેમજ ધારગણીના અશોકભાઈ મશરૂભાઈ સોલંકી ઉ.વ.25 મજુરી કામે ગયેલ જે પુરુ થતા કાળુભાઈને બાઈક પાછળ બેસાડી હીમખીમડીપરા મુકવા આવતા હતા ત્યારે બાઈક સાથે ટ્રક અથડાવતા બંનેના ઘટના સ્થળેજ ગંભીર ઈજાઓ થતા કમકમાટીભર્યા મોત નિપજતા 108 બોલાવી બંનેના મૃતદેહોને ધારી દવાખાને પો.એમ. માટે ખસેડવામા આવ્યા હતા.આબનાવની ફરિયાદ મહેશભાઈ મશરૂભાઈ સોલંકીએ ધારી પોલિસ મથકમા નોંધાવતા પોલિસ તપાસ ચલાવી રહી છે. અકસ્માત સર્જી ને ટ્રક ચાલક ટ્રક મુકીને નાસી છુટયો હતો.