ધારીના દેવળામાં યુવાનને માથામાં ભેંસનું શીંગડુ લાગતા મોત

  • યુવાનને અમરેલી દવાખાને ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન મોત

અમરેલી,
ધારી તાલુકાના દેવળા ગામે રોજમદાર તરીખે કામ કરતા દલખાણીયા ગામના મુન્નાભાઇ સવજીભાઇ ખાખડીયા ઉ.વ.30ને ભેંસોને નિરણ નાખવા જતા. માથામાં ભેંસનું શીંગડુ લાગી જતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું કાન્તીભાઇ ઢગલે ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.