ધારીના પોકસો અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી

અમરેલી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ધારી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. 1119 3018220297/2022 આઇ. પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના કામે છ મહિના પહેલા ધારીમાંથી 17 વર્ષની સગીરાનું અપહરણ કરી, નાસી જનાર આરોપી ભાવેશ ભીખાભાઇ સનુરાને ભોગ બનનાર સગીરા સાથે આજરોજ તા.02/11/2022 ના રોજ જુનાગઢ જિલ્લાના ભેંસાણથી પકડી પાડી, પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. પકડાયેલ આરોપી ધારીમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાની મજુરી કામે આવતો હોય, અને આ હીરાના કારખાનામાં ફરિયાદીની સગીર વયની દિકરી પણ કામે આવતી હોય, ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ હતો.